જામનગર જિલ્લાની ૪૨૨ ગ્રામ પંચાયતનું રોટેશન જાહેર
રાજકીય ગરમાવો: સરપંચના હોદા માટે અનુ.જાતિની ૪૪, અનુ.આદી જાતિની ૮, સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ અનામતની ૧૧૫, બીન અનામત ૨૫૪ બેઠક રહેશે
કુલ બેઠકના ૫૦ ટકા મહીલા અનામત: જામનગર તાલુકામાં ૧૦૨,જોડીયામાં ૩૮,કાલાવડમાં ૯૯,લાલપુરમાં ૭૭,ધ્રોલમાં ૪૦ અને જામજોધપુર તાલુકામાં ૬૮ બેઠક
જામનગર જિલ્લાની ૪૨૨ ગ્રામ પંચાયતનું રોટેશન જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે. સરપંચના હોદા માટે સરપંચના હોદા માટે અનુ.જાતિની ૪૪, અનુ.આદી જાતિની ૮, સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ અનામતની ૧૧૫, બીન અનામત ૨૫૪ બેઠક રહેશે. જયારે કુલ બેઠકના ૫૦ ટકા મહીલા અનામત રહેશે. જામનગર તાલુકામાં ૧૦૨, જોડીયામાં ૩૮, કાલાવડમાં ૯૯, લાલપુરમાં ૭૭, ધ્રોલમાં ૪૦ અને જામજોધપુર તાલુકામાં ૬૮ બેઠક રહેશે.
જામનગર જિલ્લાની ૪૨૨ ગ્રામ પંચાયતના સરપંચની બેઠક માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના જાહેરનામા અનુસાર જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પી.બી.પંડયાએ રોટેશન જાહેર કર્યું છે. જેમાં કુલ બેઠક પૈકી ૪૪ અનુસૂચિત જાતિ અનામત, ૮ બેઠક અનુસૂચિત આદી જાતિ અનામત, ૧૧૫ સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ અનામત, ૨૫૪ બેઠક બીન અનામત રહેશે. કુલ બેઠકના ૫૦ ટકા એટલે કે ૨૧૧ બેઠક મહીલા અનામત રહેશે. જામનગર તાલુકામાં કુલ ૧૦૨ સરપંચની બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે અનામત બાડા,બેરાજા,ફલ્લા,નાની માટલી,સુમરી ધુતારપર,હર્ષદપુર,ખીજડીયા,નાઘેડી,નારણપર અને ઠેબા રહેશે. જયારે અનુસૂચિત આદીજાતિ માટે અનામત બેઠક શંભુનગર, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ માટે અનામતમાં લાખાબાવળ, મકવાણા, મોડા-ગંગાજળા,મોડપર,મોટી બાણુગાર,મુંગણી,નાઘુના,નંદપુર,નાની બાણુંગાર,નાની ખાવડી,નવા નાગના, પસાયા, રામપર, રણજીતપર, રસુલનગર, રાવલસર, સચાણા, સપડા, સરમત, શેખપાટ, શાપર, સુમરી ભલસાણ, સૂર્યપરા, સુવરડા, તમાચણ, વાગડીયા, વાણીયાગામનો સમાવેશ થાય છે. બીન અનામત બાલંભડી, બેડ, ચાંપા બેરાજા, ચંદ્વાગા, ચંદ્વગઢ, દડીયા, દરેડ, ધ્રાંગડા, ઢીંચડા, ફાચરીયા, ગાડુકા, ગોરધનપર, હડમતીયા, હાપા, જીવાપર, કોંઝા, લાખાણની નાનો વાસ, લાવડીયા, લોઠીયા, મસીતીયા, મતવા, મિયાત્રા, મોટીભલસાણ, મોટી ખાવડી, વરણા, વસઇ, વાવબેરાજા, વેરતીયા,વિભાપર, વિજરખી, વિજયપુર, વિરપુર, અલીયા, આમરા, ચાવડા, ચેલા, ચંગા, ઢંઢા, ધુડશીયા, ધુતારપર, ધુંવાવ,દિગ્વિજય ગ્રામ, દોઢીયા, ગાગવા, જગા, જાંબુડા, જામવંથલી, જુના નાગના, કનસૂમરા, ખંભાલીડા મોટોવાસ, ખંભાલીડા નાનોવાસ, ખારા બેરાજા, ખીજડીયા રવાણી, ખીલોસ, ખીમલીયા, ખીમરાણા, ખોજા બેરાજા, લાખણી મોટો વાસ, મેડી, મોટા થાવરીયા, નાના થાવરીયાનો સમાવેશ થાય છે.
જોડીયા તાલુકામાં કુલ ૩૮ બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે અનામત અંબાલા, તારાણા, ખીરી, અનુસૂચિત આદીજાતિ માટે અનામત બાલાચડી, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ માટે અનામત માધાપર, માણામોરા, માનપર, માવનું ગામ, મેઘપર, મોરાણા, નેસડા, પડાણા, પીઠડ, રણજીતપર, બીન અનામત આણંદા, બાદનપર(જો), બાલંભા, ભાદરા, બારાડી, દુધઇ, હડીયાણા, લક્ષ્મીપરા, રસનાળ, સામપર, ટીંબડી, બેરાજા, ભીમકટા, બોડકા, જામસર, જશાપર, જીરાગઢ, જોડીયા, કેશીયા, કોઠારીયા, કુન્નડ, લખતર, લીંબુડા, વાવડીનો સમાવેશ થાય છે.કાલાવડ તાલુકામાં કુલ ૯૯ બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે ખરેડી, લક્ષ્મીપુર, મોટી નાગાજળ, નાના બાદનપર, પાતા મેઘપર, વિભાણીયા, લલોઇ, મોટા ભાડુકીયા, નિકાવા, પીપર, સરાપાદર ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે અનુસૂચિત આદીજાતિ માટે અનામત ઢેઢ ખીજડીયા, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ માટે અનામત મોરીદડ, મોટાવડાળા, મોટીમાટલી, નાગપુર, નાનીવાવડી, પીઠડીયા, પ્રભુજી પીપળીયા, રાજડા, રાજસ્થલી, રામપર, રવશીયા, રીનારી, સનાળા, આણંદપર, અરલા, બાલંભડી, સરવાણીયા, સતીયા, સાવલી, શીશાંગ, સોરઠા, ટોડરા, ઉમરાળા, વજીરખાખરીયા, વીરવાવ, વોડીશાંગનો સમાવેશ થાય છે. બીન અનામત ગ્રામ પંચાયતમાં બાવાખાખરીયા, બેડીયા, ભગત ખીજડીયા, ભંગડા, ભાવભી ખીજડીયા, ભાયુખાખરીયા, ભીમાનું ગામ, ચેલાબેડી, ઝાલણસર, જામવાળી, જશાપર, કાલમેઘડા, ખડધોરાજી, ખીમાણી સણોસરા, મછલીવડ, માછરડા, મકાજી મેઘપર, મકરાણી સણોસરા, માખાકરોડ, મોરવાડી, મોટી ભગેડી, મોટી વાવડી, મુળીલા, નાના પાંચદેવળા, નાના વડાળા, નાની ભલસાણ, નપાણીયા ખીજડીયા, નવાગામ, પીઠડપુર, બામણગામ, બીનઅનામતમાં બાંગા, બેરાજા, બોડી, ચાપરા, છતર, ડાંગરવાડા, ડેરી-મેટીયા, પીપળીયા(ધાંધલીયા), ધુન ધોરાજી, દૂધાળા, ડુંગરાળી દેવળીયા, ફગાસ, ગલપાદર, ગોલણીયા, ગુંદા, હકુમતી સરવાણીયા, હંસ્થળ, હરીપર ખંઢેરા, હરીપર(મેવાસા), જીવાપર, જુવાનપર, ખંઢેરા, ખાનકોટડા, કોઠાભાડુકીયા, કૃષ્ણનગર, લબુકીયા ભાડુકીયા, મેવાસા હરીપર, મોટા પાંચ દેવડા, નવાણીયા ખાખરીયા, નાની ભગેડી-દાવલીજો સામાવેશ થાય છે.
લાલપુર તાલુકામાં કુલ ૭૭ બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે અનામત ચોરબેડી, દલતુંગી, મોટા લખીયા, મોટા પાંચસર, ગોદાવરી, ઇશ્ર્વરીયા(મેઘાવદર), નવી પીપર અને જાખરનો સમાવેશ થાય છે. અનુસૂચિત આદીજાતિ અનામત વાવડી, સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ માટે અનામત કરાણા, માધુપુર, મીઠોઇ, મોટી રાફુદડ, મોટી વેરાવળ, નાના ખડબા, નાના લખીયા, નાંદુરી, નાની રાફુદડ, નવા ધુણીયા, નવાગામ, પડાણા, પીપરી, પીપરટોડા, રકા, રંગપર, રાસંગપર, રીંઝપુર, સણોસરા, સણોસરી અને સાજડીયારી, બીન અનામતમાં અપીયા, આરબલૂસ, બબરજર, ભણગોર, ચારણતુંગી, છીકારીડેરા, છીકારીકાના, હરીપર, જોગવડ, કાનાલૂસ, કાનવીરડી, કાઠીતડ, ખડખંભાળીયા, ખીરસરા, રામપર, સેતાલુસ, સેવકભડીયા, સેવકધુણીયા, સીંગચ, ટેભડા, વડપાંચસરા, વીજયપુર, આરીખાણા, બાબરીયા, બાધલા, ડબાસંગ, ધરમપુર, ગજણા, ગલા, ગોવાણા, જશાપર, ખડબામોટા, ખાચડી, ખટીયા, ખટીયાબેરાજા, ખેંગારપર, લાલપુર, મચ્છુબેરાજા, મેઘનુગામ, મેઘપર, મેમાણા, મોડપર, મોટાભડીયા, મૂળીલા, નવાણીયા, નવી વેરાવળ અને સેવકભાટીયાનો સમાવેશ થાય છે. ધ્રોલ તાલુકામાં ગ્રામપંચાયતની ૪૦ બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ અનામત લૈયાળા, સણોસરા, મોટાઇટાળા, રોજીયા, અનુસૂચિત આદીજાતિ અનામત મોટાવાગુદડ, સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ માટે અનામતમાં ખારવા, માણેકપર, માવાપર, મોડપર, પીપરટોડા, રાજપર, સોયલ, સુધાધુના, સુમરા, વાંકીયા, સગાળીયા, બીન અનામતમાં ભેંસદડ, બીજલકા, ડાંગરા, ગોલીટા, હાડાટોડા, હમાપર, હરીપર, જાબીડા, કાતડા, લતીપર, મજોઠ, દેડકદડ, ધરમપુર, ગઢડા, હજામચોરા, જાલીયા(માનસર), જાયવા, ખાખરા, ખેેંગારકા, ખીજડીયા, મોટા ગરેડીયા, નાનાગરેડીયા, નાના વાગુદડ, નથુવડલાનો સમાવેશ થાય છે.
જામજોધપુર તાલુકામાં સરપંચની ૬૬ બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે અનામત ચિરોડા મુળજી, લલોઇ, સીદસર, વનાણા, અમરાપર, બમથીયા, બાવરીદળ, વાંસજાળીયા, અનુસૂચિત આદીજાતિ માટે અનામત સોનવડીયા, બાલવા, ભરડકી, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ માટે મેઘપર, મોટા વડીયા, મોટી ગોપ, નંદાણા, નરમાણા, જશાપર, કલ્યાણપુર, કરશનપર, માંડાસણ, પરડવા, પાટણ, સડોદર, સખપુર ધ્રાફા, સતાપર, શેઠવડાળા, સોગઠી, તરસાઇ, ઉદેપુર, બીન અનામત ગ્રામ પંચાયતમાં આંબરડી ડેરી, આંબરડી મેવાસા, આંબરડી ભૂપત, આંબરડી મેઘપર, બગધરા, દલદેવળીયા, ગીંગણી, ગોરખડી, હોથીજીખડબા, ઇશ્ર્વરીયા, જામવાડી, કડબાલ, કોટાડાબાવીસી, મેથાણ, મોટીભરડ, રબારીકા, સમાણા, વાલાસણ, વસંતપુર, ભોજાબેડી, બુટાવદર, ચીરોડાસંગ, ચૂર, ધ્રાફા, ગઢકડા, ઘેલડા, ધુનડા, જામસખપુર, ઝીણાવારી, લુવારસર, મહીકી, માલવડા, મેલાણ, વડવાળા, વેરાવળ, વીરપુરનો સમાવેશ થાય છે.