BREAKING NEWS

જામનગર: આયુર્વેદ યુનિ.ના પેપર લીકના મામલે સીટની રચના

  • July 28, 2026 06:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: આયુર્વેદ યુનિ.ના પેપર લીકના મામલે સીટની રચના

બીએએમએસનું શલ્ય તંત્ર-૧નુ પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં રોષ

તપાસ સમિતિની રચના થઇ છે જરૂર પડયે પોલીસ ફરિયાદ થશે: ઇન્ચાર્જ કુલપતિ નરેશકુમાર જૈન: ૧૨માંથી પેપરના ૧૧ પ્રશ્ર્નો વોટસએપ પર ફરતા થયા: પરિક્ષા રદ થશે કે કેમ?

જામનગરની વિશ્ર્વ પ્રસિદ્ધ ગણાતી ગુજરાત આર્યુ. યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. તા.૨૦ના રોજ શલ્ય સર્જરીનું પ્રશ્ર્નપત્ર લીક થઇ જતા આ મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આર્યુ. યુનિ. દ્વારા પેપરલીકના મામલે સીટની રચના કરવામાં આવી છે.

ઇન્ચાર્જ કુલપતિ નરેશકુમાર જૈનનાં જણાવ્યા મુજબ આ પ્રશ્ર્ને ત્રણ સભ્યોની ટીમ તપાસ કરશે અને ત્યારબાદ આ પેપર ફરીથી લેવું કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે, જરૂર પડયે જવાબદાર સામે કડક પગલા લઇ એફઆઇઆર કરવામાં આવશે.બીજી તરફ એનએસયુ દ્વારા જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી છે. 

૨૦૨૩માં એકેડેમીક વર્ષ એ કોમ્પેટેટીવ અને રીક્રુવમેન્ટની પરિક્ષામાં પેપર લીક થાય ત્યારે ગુજરાત સરકારે આ અંગેનુ વિધેયક ૨૦૨૩માં બહાર પાડયુ હતું જેમાં ગેરરીતિમાં સંડોવાયેલા સામે ૩ વર્ષથી ૧૦ વર્ષ સુધી અને દોષિતો સામે ૧૦ લાખથી એક કરોડ સુધી દંડ કરવાની જોગવાઇ છે. આર્યુ. ચિકિત્સા શાસ્ત્રના માન્ય અભ્યાસક્રમ ભણાવતી ઓટોનોમસ નામની સંસ્થા ૧૯૬૭થી કાર્યરત છે. તા.૨૦ના રોજ પેપર ફૂટયા બાદ આખરે યુનિ.એ સીટની રચના કરી છે, આ પરિક્ષા ડીજીટલ કોડેડ અને પાસવર્ડ સાથે દરેક કોલેજમાં પેપર પહોંચે તેવી વ્યવસ્થા હોય છે, અને આ બેય પાસવર્ડથી પેપર ખોલતા હોય છે છતાં પણ શલ્ય તંત્ર-૧નું પેપર ફૂટી ગયું છે. 

આશ્ર્ચર્યની વાત તો એ છે કે સોશ્યલ મીડીયામાં ૧૨માંથી ૧૧ પ્રશ્ર્નો છેલ્લા વર્ષના પેપરમાં જોવા મળ્યા હતા. આ પેપર કોણે લીક કર્યુ તે અંગે હવે તપાસ કરવામાં આવશે, અને કડક પગલા લેવામાં આવશે. પરંતુ આર્યુ. યુનિ.એ તા.૨૦ના રોજ પેપર ફૂટી ગયુ હોવા છતાં પણ આજ સુધી પગલા કેમ ન લીધા તે અંગે પણ પ્રશ્ર્નો ઉઠયા છે. જામનગર યુનિ.ના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, અને સૌરાષ્ટ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય તોસીફખાન પઠાણે પણ આ મામલે જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરી છે.

રાજયના ૨૬ સેન્ટરો પર પરિક્ષા ચાલી રહી છે. તા.૧૭થી તા.૩૧ જુલાઇ સુધી ૨૦૦૦ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે ત્યારે આ મામલે આગામી દિવસમાં શું થશે તે અંગે તપાસ શરૂ થઇ છે.

પરિક્ષા ફરીથી લેવા અંગે હવે પછી નિર્ણય કરાશે: જરૂર પડયે પોલીસ ફરિયાદ: ઇન્ચાર્જ કુલપતિ
ગુજ. આર્યુ. યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ નરેશકુમાર જૈને ગઇકાલે પત્રકારોની વાતચીતમાં જણાવ્યું હતું કે પેપરલીક કૌભાંડમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જેમની કોઇ જવાબદારી નીકળશે કે બેદરકારી જોવા મળશે તેમની સામે પોલીસ ફરિયાદ અને કડક પગલા પણ લેવાશે. હાલ તો સીટના સભ્યો તપાસ કરી રહ્યા છે. 

પાસવર્ડ હોવા છતાં પેપર લીક થયું, જવાબદાર કોણ? 
યુનિ.ની પરિક્ષામાં ડીજીટલ કોડેડ અને પાસવર્ડ સાથે દરેક કોલેજમાં પેપર પહોંચે છે, અને બન્ને પાસવર્ડ નાખ્યા બાદ આ પેપર પરિક્ષા સમયે ખોલવામાં આવે છે. પરંતુ આર્યુ.ની સાડાચાર વર્ષની પદ્ધતિ મુજબ સાતમા સેમેસ્ટરનો શલ્ય તંત્ર ૧નું પેપર ફૂટી ગયું છે ત્યારે યુનિ.ના કોઇ આમાં સામેલ છે કે કેમ તે અંગે જીણવટભરી તપાસ કરવાની જરૂર છે. આગામી દિવસોમાં સીટ સમિતિના સભ્યો કેવો અહેવાલ આપશે તેના ઉપર પગલા નકકી થશે. આમ હાલ તો આર્યુ.યુનિ.ના પેપર ફૂટયા અંગેની તરેહ તરેહની ચર્ચા ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application