ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્ર્મોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્ર્મોના કારકિર્દી માર્ગદર્શન માટેનો સેમિનાર તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાકે, સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, સરકારી પોલીટેકનીક, વાલસુરા રોડ, જામનગર ખાતે યોજાનાર છે. આ સેમિનારમા સરકારી પોલીટેકનીક જામનગરના નિષ્ણાંતો માર્ગદર્શન પુરુ પાડશે. આ સેમિનારનો પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો મહતમ લાભ લે તે માટે આચાર્યશ્રી સરકારી પોલીટેકનીક, જામનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.