BREAKING NEWS

જામનગર શહેરમાં બાળાની જાતીય સતામણીના બે કેસમાં બે ઢગાને સજા

  • August 01, 2026 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં બાળાની જાતીય સતામણીના બે કેસમાં બે ઢગાને સજા

પોકસો કોર્ટ દ્વારા આકરૂ વલણ : એક નરાધમને ૫ વર્ષ અને બીજાને ૩ વર્ષની કેદ

જામનગરમાં બાળાની જાતીય સતામણીના બે જુદા જુદા કેસમાં પોકસો કોર્ટ દ્વારા બે ઢગાઓને સજા ફટકારી છે.

આ કામના ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમર  ચાર વર્ષ બે માસ વાળી ફરિયાદી તથા તેના પરિવાર  સાથે તારીખ ૨૩/ ૧૦/ ૨૫ ના રોજ  ભોગ બનનારના મામાના ઘરે ભાઈ બીજ હોય જેથી જમવા ગયેલ હોય ત્યારે ભોગ બનનાર તથા તેમના ભાઈ મણિભદ્ર એપાર્ટમેન્ટની બહાર રમવા ગયેલ ત્યારે આ કામનો આરોપી પ્રકાશદાન ઇશ્વરદાન દેવકા ઉંમર વર્ષ ૬૧ રહેવાસી શિવ શક્તિ સોસાયટી હાપા વાળાએ ભોગ બનનારને મુઠ્ઠીમાં વસ્તુ  આપું  તેવો ઇશારો કરી બોલાવીને ભોગ બનનારને હાથ પકડી ભોગ બનનારની શારીરીક છેડછાડ કરતો હતો જેથી બાળાને છોડાવવા પ્રયત્ન કરેલ પરંતુ આરોપી છોડતો ન હોય જેથી સામેની સાઈડ નોકરી કરતા ભાઈ ભોગ બનનારને છોડાવી તેમના માતા-પિતાને સોંપી આપી હતી.

આ બનાવની હકીકત તેમના માતા-પિતાને કરેલ જેથી ભોગ બનનારના પિતાએ આરોપી સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪ ૭૫ ૨ તથા પોક્સો કલમ ૮ની ૧૨ મુજબની ફરિયાદ નોંધાવે જે કે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં  આવી જતા પોકસો કેસ નંબર ૭૫/૨૫ થી ચાલતા જેમાં સરકાર તરફે ૬ સાહેદો  તથા ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ.

તેમજ સરકારી વકીલની દલીલ તેમજ  જ્યાં ભોગ બનનાર સાથે જે બનાવ બનેલ તે  દુકાનના સીસીટીવી ફૂટેજમાં બનાવ કેદ થઈ ગયેલ હોય  સીસીટીવી ફૂટેજ ધ્યાને રાખી જામનગરના સ્પેશિયલ પોકસો  કોર્ટના જજ આર.પી. મોગેરાએ  પોક્સો કલમ ૮ માં  પાંચ વરસની સખત કેદની સજા તથા ૫૦૦૦ દંડ તેમજ પોકસો  કલમ ૧૨ માં ૨ વર્ષની સખત કેદની સજા તથા ૨૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ ૬  માસની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા બે લાખ ચૂકવવા તેઓ હુકમ કરેલ છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલા હતા.

બીજા કેસની હકીકત એવી છે કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી  ભોગ બનનાર   ઉંમર વર્ષ ૧૫ ૬ માસ વાળી આ કામના આરોપી હારુભાઈ ઓસમાણભાઈ શેખ ઉંમર વર્ષ ૫૮ રહેવાસી સનમ સોસાયટી જામનગર વાળા ને ત્યાં પાણી ભરવા માટે તારીખ ૧૦/ ૩ /૨૪ ના રોજ ગયેલ હોય ત્યારે આરોપીએ ભોગ બનનારને પાછળથી બથ ભરી  બળ વાપરી ભોગ બનનારને જાતીય સતામણી કરેલો હોય જે બાબતની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી.

જે કેસ જામનગર સ્પેશિયલ  પોક્સો  કોર્ટમાં કેસ નંબર ૧૪/ ૨૪ થી ચાલતા જે કેસમાં સરકાર તરફથી સાત જેટલા સાક્ષી સાહેદો તથા ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરેલ તેમજ સરકાર તરફેની દલીલ ગ્રાહ્ય રાખી આરોપી ને તકસીરવાન ઠરાવી પોકસો કોટના   જજ આર. પી. મોગેરાએ  પોકસો કલમ ૮ માં  ૩ વર્ષની સખત કેદની સજા તથા ૫૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ૧ લાખ ચૂકવવા તેઓ હુકમ કરેલ છે આ કેસમાં સરકારી વકીલ ભારતી વાદી રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application