BREAKING NEWS

જામનગર​​​​​​​ : કાલે શરદ પૂનમ:રાત્રે આભ તળે શહેરીજનો સ્વાદોત્સવ સંગાથે રાસોત્સવ: ચાંદ ખીલશે સોળેકળાએ

  • October 24, 2026 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : કાલે શરદ પૂનમ:રાત્રે આભ તળે શહેરીજનો સ્વાદોત્સવ સંગાથે રાસોત્સવ: ચાંદ ખીલશે સોળેકળાએ 

​​​​​​​
જામનગર 
પૂનમ એટલે ચાંદની રાતની સુંદરતા, ઠંડકભર્યું વાતાવરણ અને મનને પ્રસન્ન કરી દેતો પ્રકૃતિનો નજારો. હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે આકાશમાં ચમકતા પૂર્ણ ચંદ્રને નિહાળવાની સાથે ખીર ધરાવવાની અને પરિવાર સાથે આનંદ માણવાની પરંપરા પણ જોવા મળે છે.

જામનગર શહેરના લોકો આમ તો ખાવા-પીવાના ખુબજ શોખીન છે, ઘુઘરાથી માંડીને ઘુંટા સુધીની પાર્ટીઓ અવાર નવાર મિત્રમંડળમાં પરિવારજનો સાથે માણતા હોય છે, રવિવારે શરદ પૂનમના દિવસે બાલાચડી, રણજીતસાગર, રોઝી બંદર, લાખોટા લેઇક, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટમાં રાસોત્સવની સાથે મનગમતા ભોજનીયા તેમજ દુધ-પૌઆની મિજબાની પરિવારજનો સાથે માણશે.
શરદ પૂનમ નિમિતે જ્ઞાતી મંડળો, ફ્લેટ, એપાર્ટમેન્ટ, શેરી ગરબાઓનું પણ આયોજન થયું છે, સ્વાદોત્સવમાં ઉંધીયુ, પુરી, દહીંવડા, ભેળપુરીની લીજજત મિત્રમંડળ અને ગ્રુપમાં એક સાથે માણશે. શરદ પૂનમમાં રાસ ગરબાનું પણ ખુબ જ ધાર્મિક મહાત્મય હોય છે.

શરદ પૂનમની રાત ચંદ્રની સુંદરતા માટે જાણીતી છે. ચોમાસા પછી આકાશ ઘણી વાર સ્વચ્છ હોય છે, તેથી પૂર્ણ ચંદ્રનાં દર્શન અત્યંત મનોહર લાગે છે.પરંપરાગત માન્યતા અનુસાર, આ રાત્રે ચંદ્રનાં કિરણોમાંથી અમૃતવર્ષા થાય છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રનાં કિરણો મન અને શરીરને શીતળતા તથા શાંતિ આપે છે.

શરદ પૂનમનું ધાર્મિક મહત્ત્વ હોવાની સાથે પ્રકૃતિની દૃષ્ટિએ પણ આ સમય વિશેષ છે. ચોમાસાની વિદાય પછી વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર થાય છે અને શરદ ઋતુનો અનુભવ થવા લાગે છે.પૂર્ણિમાના દિવસે ચંદ્રનો પ્રકાશ વધુ વિસ્તૃત અને તેજસ્વી દેખાય છે, કારણ કે ચંદ્રનો પૃથ્વી તરફનો ભાગ સૂર્યપ્રકાશથી મોટાભાગે પ્રકાશિત હોય છે.આ રીતે પરંપરા અને આધુનિક જીવન વચ્ચે સુંદર સમન્વય સ્થાપિત કરી શકાય

શરદ પૂનમ ભારતીય સંસ્કૃતિનો એક સુંદર અને. ભાવસભર તહેવાર છે. પૂર્ણ ચંદ્રની શીતળ ચાંદની, ભગવાન શ્રીકૃષ્ણની મહારાસલીલા, માતા લક્ષ્મીની પૂજા, ખીર અને દૂધ-પૌંઆની પરંપરા તથા રાસ-ગરબાની રમઝટ આ તહેવારને વિશિષ્ટ બનાવે છે.
​​​​​​​

શરદ પૂનમની રાતે સોળે કળાએ ખિલેલા ચંદ્રના પ્રકાશ નીચે રાખેલી ખીર ખાવાથી કફ, શ્વાસ અને ચર્મરોગની દર્દમાંથી લાભ થતો હોવાની ધાર્મિક અને વૈજ્ઞાનીક માન્યતા છે, જેથી લોકો ઘરે ખીર પૌવા બનાવી ચંદ્રમાના શિતળ પ્રકાશમાં દર શરદ પૂનમે ખીર પૌવા આરોગતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application