BREAKING NEWS

રક્ષાબંધને બહેનો બીઆરટીએસ અને સિટી બસમાં દિવસભર મફત મુસાફરી કરી શકશે

  • August 25, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તા.૨૮.૮.૨૦૨૬ને શુક્રવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં મફત મુસાફરીની સવલત આપવામાં આવશે. તમામ સિટી બસ અને બીઆરટીએસ બસોમાં માત્ર મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.રક્ષાબંધનના દિવસે મહિલાઓ ગમે તેટલી વખત અને કોઇ પણ રૂટ ઉપર મફત મુસાફરી કરી શકશે.

બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વિનામૂલ્યે, સરળતાથી અને આરામદાયક મુસાફરી કરી શકે તે માટે આ સુવિધા દર વર્ષે મનપા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાજકોટ મહાપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. જે અન્વયે આગામી તા.૨૮ને શુક્રવારના રોજ રક્ષાબંધનના દિવસે મહિલાઓ મફત મુસાફરી કરી શકશે. આ નિર્ણય બજેટ જોગવાઇ અનુસારનો છે.ટૂંક સમયમાં પદાધિકારીઓ દ્વારા આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application