જામનગર એબીવીપી દ્વારા ઝારખંડના છાત્રો પર થયેલ લાઠીચાર્જ વિરૂઘ્ધ સુત્રોચ્ચાર
ઝારખંડમાં શાંતીપુર્ણ રીતે પોતાના હકક માટે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા અમાનુષી નીંદનીય લાઠીચાર્જના વિરોધમાં જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદેદારો અને સભ્યો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી વ્યકત કરવામાં આવ્યો હતો.
જામનગરના ડીકેવી કોલેજ સર્કલ ખાતે ગઇકાલે ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલ લાઠીચાર્જના વિરોધમાં જામનગર એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં હોદેદારો, કાર્યકરો, યુવાનો સહિતના જોડાયા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં જામનગર એબીવીપીના શહેર મંત્રી રાજવીર ગઢવી સહિતના હોદેદારો દ્વારા ઝારખંડ પોલીસની સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પ્રદર્શન દરમ્યાન વિધાર્થીઓએ વિધાર્થી એકતા જીંદાબાદ અને ઝારખંડ પોલીસ પ્રશાસનના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.અને આ ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ શાસન દ્વારા વિદ્યાર્થીઓની ન્યાયીક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.