BREAKING NEWS

જામનગર: નાણાધિરધારના લાયસન્સ રીન્યુ કરવા માટે માંગેલ લાંચ કેસમાં રીમાન્ડ મંજુર કરતી સ્પેશ્યલ કોર્ટ

  • August 03, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાણાધિરધારના લાયસન્સ રીન્યુ કરવા માટે માંગેલ લાંચ કેસમાં રીમાન્ડ મંજુર કરતી સ્પેશ્યલ કોર્ટ

એક જાગૃત નાગરિક દ્વારા પોતાના નાણાધિરધારનું લાયસન્સ રીન્યુ કરાવવા જિલ્લા રજીસ્ટ્રાર સરકારી મંડળીમાં લાયસન્સ રીન્યુ કરાવવા માટે નીલેશભાઈ નામના વ્યકિતનો કોન્ટેકટ કરેલ હોય અને નિલેશભાઈએ લાયસન્સ રીન્યુ કરાવવા માટે સાઈબ અને સ્ટાફનો વહીવટ કરવો પડશે તેમ જણાવેલ આથી જાગૃત નાગરિકે લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી તેને એસીબી કચેરીએ જાણ કરતા એસીબી કચેરીએ તે અંગે તેઓને આ કામના આરોપીઓનો અવાજ કે જેઓ લાંચની રકમ માંગતા હોય તે અંગેનું રેકર્ડ કરી આવવા જણાવેલ ત્યારબાદ આ કામના ફરીયાદી દ્વારા નિલેશભાઈ સાથે વાતચીત કરી અને નિલેશભાઈએ જણાવેલ કે રૂપિયા ૨૨ હજાર થશે જેથી ફરીયાદીએ પુછેલ કે આમા કોનો કેટલો વહીવટ થશે પરંતુ તે અંગે નિલેશભાઈએ કોઈપણ હકીકત જણાવેલ નહીં.

ત્યારબાદ તેઓ દ્વારા ઉપરોકત કચેરીએ જઈ અને એમ. એન. જેઠવા ઓડીટર પાસે ગયેલ અને તેઓને જણાવેલ કે પૈસા નિલેશભાઈને આપી દઉં તો ચાલશે ને જે અંગે તેઓએ હા પાડતા નિલેશભાઈને આ અંગે પુછતા નિલેશભાઈએ જણાવેલ કે તમારે ૧૪ હજાર રૂપિયા આપવાના તેમાં કલાર્ક ગોસાઈભાઈના તેમજ સાહેબના અને અન્ય એક કલાર્કના તેવા બધાના આવી ગયા ત્યારબાદ આ કામના ફરીયાદી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીએ ગયેલ હોય અને તેઓએ નિલેશભાઈને આ અંગે જાણ કરતા નિલેશભાઈએ જણાવેલ કે પ્રસાદી લાવેલ છો જેથી ફરીયાદીએ કહેલ કે આવતી કાલે આપી જઈશ જેથી આ કામના ફરીયાદીએ આરોપીઓ નિલેશ જગદિશચંદ્ર છાપીયા, એમ. એન. જેઠવા, દિગ્વીજયગીરી ઉર્ફે દિપકભાઈ ભુતપગીરી ગોસાઈ વિરૂધ્ધ એસીબી કલમ મુજબનો ગુનો નોંધી અને એ.સી.બી. કચેરી દ્વારા આરોપીઓ નિલેશ જગદિશચંદ્ર છાપીયા, દિગ્વીજયગીરી ઉર્ફે દિપકભાઈ ભુતપગીરી ગોસાઈની અટક કરી અને કોર્ટમાં બે દિવસના રીમાન્ડ અંગેની માંગણી કરવામાં આવી હતી.

જેમાં સરકાર તરફે વકીલ હાજર થઈ દલીલ કરેલ તમામ દલીલો ધ્યાને લઈ સ્પેશ્યલ જજ વી. પી. અગ્રવાલ  દ્વારા ઉપરોકત આરોપીઓ નિલેશ જગદિશચંદ્ર છાપીયા, દિગ્વીજયગીરી ઉર્ફે દિપકભાઈ ભુતપગીરી ગોસાઈના એક દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે. આ રીમાન્ડ રીપોર્ટ પીઆઈ  પી. કે. પટેલ એસીબી સુરેન્દ્રનગર દ્વારા રજુ કરવામાં આવેલ.આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application