જામનગર: જોગવડ સીમ વિસ્તારમાં હેરોઈનના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
મેઘપર પોલીસે ૨૩.૮૫ ગ્રામ ડ્રગ્સ સહિત ૪.૯૪ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો: ફરી એકવાર પંજાબ કનેકશન ખુલ્યું
જામનગર જિલ્લાના જોગવડ સીમ વિસ્તાર, રામદુતનગરમાં એક ઓરડીમાં બાતમીના આધારે મેઘપર પોલીસે દરોડો પાડીને હેરોઇનનો જથ્થો ઝડપી લીધો હતો, ત્રણ પંજાબી શખ્સની અટકાયત કરવામાં આવી છે, એકની સંડોવણી ખુલી છે, ૨૩.૮૫ ગ્રામ ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૪.૯૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસને આગળ ધપાવવામાં આવી છે, થોડા મહિના પહેલા પણ મેઘપર પોલીસ દ્વારા ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું હતું, જેમાં પણ પંજાબ કનેકશન સામે આવ્યું હતું. પોલીસ દ્વારા પકડાયેલા શખ્સોની સઘન પુછતાછ અને ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ દ્વારા નશીલા માદક પદાર્થના વેપાર તેમજ સેવન ઉપર રોક લગાવવા ખાસ સુચના થયેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા જામનગર જીલ્લામાં આવી નશાખોરીની ગેરકાયદેસર પ્રવુતી રોકવા કડક સુચના થયેલ હોય તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગ નાઓના સીધા માર્ગદર્શન અને સુચના અનુસાર મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.એલ.બારસીયા નાઓની રાહબરી હેઠળ મેઘપર (પડાણા) પો.સ્ટે.ના સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતાં.
તે દરમ્યાન મહીપલાસિંહ જાડેજા, જયરાજસિંહ ઝાલા તથા વિક્રમસિંહ જાડેજાને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે - જોગવડ ગામની સીમમા રામદુતનગર વિસ્તારમાં ટાઉનશીપની દિવાલ પાસે આવેલ જયેશભાઈ ઉનડકટની ઓરડીઓ પૈકી ૧૧ નંબરની ઓરડીમાં ભાડેથી રહેતા જશવંતસિંધ પંજાબી, જગમીતસિંઘ પંજાબી તથા થોમસ મસીહ રહે. ત્રણેય પંજાબ વાળાઓ પાસે કેફી માદક પદાર્થ પાવડર હોવાની અને મજકુર ત્રણેય ઇસમો હાલ ઉપરોક્ત ઓરડી ખાતે હાજર છે. જે બાતમી આધારે આ જગ્યાએ રેઈડ કરતા (૧) જશવંતસિંધ રતનસિંઘ તથા (૨) થોમસ રણજીત મસીહ તથા (૩) જગમીતસિંધ સરબજીતસિંઘ રહે. ત્રણેય પંજાબ વાળાઓને ગે.કા. માદક પદાર્થ ઓપીએટ (હેરોઈન, મોર્ફીન, કોડેન)ના કુલ વજન ૨૩.૮૫ ગ્રામ કી.રૂ. ૪,૭૭,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૪.૯૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં.
ત્રણેય ઈસમ તેમજ આ માદક પદાર્થ સપ્લાય કરનાર ફરારી આરોપી જગરૂપસિંઘ રહે. સકતરા ગામ, તા. પટ્ટી, જી.તરણતારણ, પંજાબ વાળાઓ વિરૂધ્ધ પો.સબ ઈન્સ. એ.જી. જાડેજા નાઓએ ધોરણસર ફરિયાદ આપતા મેઘપર (પડાણા) પો.સ્ટે. બી-પાર્ટ એનડીપીએસ એક્ટની કલમ ૮(સી). ૨૧(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ:- (૧) જશવંતસિંધ રતનસિંઘ જાતે શીખ ઉ.વ. ૪૫ ધંધો મજુરી રહેવાસી હાલ- જોગવડ સીમ, રામદુતનગર વિસ્તાર, રિલાયન્સ ટાઉનશીપની દિવાલ પાસે, ઓરડીમાં ભાડેથી, તા.લાલપુર, જી.જામનગર મુળ રહે.ભુરચંદ ગામ, બ્લોક ભીખવીંડ, પોસ્ટ મરજીંદપુર, થાણા કચાપકા, જી.તરણતારણ, પંજાબ (૨) થોમસ રણજીત મસીહ જાતે કિંચન ઉ.વ. ૩૦ ધંધો મજુરી રહેવાસી હાલ- જોગવડ સીમ, રામદુતનગર વિસ્તાર, રિલાયન્સ ટાઉનશીપની દિવાલ પાસે, જયેશભાઈ ઉનડકટની ઓરડીમાં ભાડેથી, તા.લાલપુર, જી.જામનગર મુળ રહે.ધાબાવાલા ગામ, થાણા ધના કા બાંગર, જી.ગુરદાસપુર, પંજાબ તેમજ જગમીતસિંઘ સરબજીતસિંધ જાતે શીખ ઉ.વ. ૩૨ ધંધો મજુરી રહેવાસી હાલ- જોગવડ સીમ, રામદુતનગર વિસ્તાર, રિલાયન્સ ટાઉનશીપની દિવાલ પાસે, જયેશભાઈ ઉનડકટની ઓરડીમાં ભાડેથી, તા.લાલપુર, જી.જામનગર મુળ રહે.બુધ્ધ સીંધવાલા ગામ, ધર્મશાળા પાસે, થાણા મોગા, જી. મોગા, પંજાબની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે, જયારે જગરૂપસિંધ રહે.સકતરા ગામ, તા.પટ્ટી, જી.તરણતારણ, પંજાબની શોધખોળ માટે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.