જામનગર શહેરમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં જામનગર પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળી છે. જામનગરના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓ અંગે જરૂરી વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.
દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના લગધીરસિંહ, કરણસિંહ, ગજેન્દ્રસિંહ, સુરેશભાઇ, દિલીપસિંહ અને દિવ્યરાજસિંહને સંયુકત મળેલી બાતમીના આધારે જામનગર સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કલમ ૬૫(એ)(એ) મુજબના ગુનામાં ફરાર આરોપી રણજીતસિંહ ભિખુભા સોઢા ગોકુલનગર વિસ્તારમાં હાજર હોવાની માહિતી મળી હતી. જેના આધારે ટીમે સ્થળ પર તપાસ કરતાં આરોપી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.