ઓખા: છુટાછેડા બાદ પુન: સગાઈ ન થતા આરંભડાના યુવાનનો આપઘાત
ઓખા: છુટાછેડા બાદ પુન: સગાઈ ન થતા આરંભડાના યુવાનનો આપઘાત
July 11, 2026 07:56 AM
ઓખા: છુટાછેડા બાદ પુન: સગાઈ ન થતા આરંભડાના યુવાનનો આપઘાત
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અભુભા અરજણભા માણેક નામના ૪૦ વર્ષના હિન્દુ વાઘેર યુવાનના અગાઉ થયેલા લગ્ન બાદ આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી તેમની સગાઈ થતી ન હોવાથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા.
આ પરિસ્થિતિમાં તેમને મનમાં લાગી આવતા ગત તા. ૨ જુલાઈના રોજ તેમણે પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તા. ૬ ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ કરસનભા અરજણભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે.