એક બાજુ ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર ચાલી રહ્યું છે તો બીજી બાજુ આજે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન 11 માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે.આંદોલનના 11 માં દિવસે કર્મચારીઓ વધુને વધુ ઉગ્રતાથી આગળ વધી રહ્યા છે તો સામે સરકાર પણ ટસની મસ થતી નથી.
ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરથી સત્યાગ્રહ છાવણી પર થાળીઓ વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. 24 કલાક દરમિયાન રાજ્યના આઠ જિલ્લાઓમાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે અને પાંચ હજાર કર્મચારીઓને શો નોટિસ પાઠવવામાં આવી છે.
કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં ગઈકાલે મધ્યરાત્રીએ આરોગ્ય કર્મચારીઓએ થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.ત્યારે કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરવામાં આવે અને આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો આગામી બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની હડતાલના લીધે આરોગ્યની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે આ જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એસ્માં લાગુ કરાયો છે ગત ગુરુવારે આરોગ્ય મંત્રી મુકેશ પટેલે આરોગી કર્મચારીઓને હડતાલ ગેરવાજબી ગણાવી હતી અને વહેલી તકે આંદોલન સમેટવા કડક સૂચના આપી હતી.આ આંદોલન સમેટવામાં નહીં આવે તો સરકાર તરફથી ઉગ્ર પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech