BREAKING NEWS

દ્વારકાના દરિયાકાંઠે વિદેશી સીગલ પક્ષીઓનું આગમન

  • November 28, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના દરિયાકાંઠે વિદેશી સીગલ પક્ષીઓનું આગમન

શિયાળાની ઋતુ હજુ પૂરજોશમાં શરૂ થઈ નથી ત્યાં જ યાત્રાધામ દ્વારકાના દરિયાકાંઠે વિદેશી મહેમાન પક્ષીઓ સીગલનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં યુરોપ, સાઈબેરિયા, કઝાકિસ્તાન અને ચીન સહિતના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને ગુજરાતના દરિયાકાંઠે આવતા સીગલ પક્ષીઓ આ વર્ષે ગુલાબી ઠંડીના પ્રારંભ સાથે દ્વારકામાં જોવા મળી રહ્યા છે.

દ્વારકાના ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર આસપાસના વિસ્તાર તેમજ દરિયાઈ પટ્ટીમાં મોટી સંખ્યામાં સીગલ પક્ષીઓની હાજરી જોવા મળી રહી છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ દરમિયાન આ પક્ષીઓ દ્વારકાના દરિયાકાંઠે વસવાટ કરતા હોય છે, પરંતુ આ વર્ષે ઠંડીની શરૂઆત પહેલાં જ તેમના આગમનથી દરિયાકાંઠાનું વાતાવરણ પક્ષીઓની ચહલપહલથી જીવંત બન્યું છે.

હાલ દ્વારકામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શનાર્થે આવી રહ્યા છે. ગોમતી ઘાટ અને દરિયાકાંઠે જોવા મળતા આ વિદેશી પક્ષીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. યાત્રિકો સીગલ પક્ષીઓને કાજુ, બિસ્કિટ, ગાંઠિયા સહિતના ખાદ્યપદાર્થો ખવડાવી તેમની સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી લઈને આનંદ માણી રહ્યા છે.
​​​​​​​
સફેદ તેમજ તપખીરિયા રંગના સીગલ પક્ષીઓને ગુજરાતીમાં ધોમડો તરીકે ઓળખવામાં આવે છે. આ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી કેટલીક પ્રજાતિઓ ઋતુ પ્રમાણે લાંબા અંતરનું સ્થળાંતર કરતી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application