BREAKING NEWS

કોયલ કે મેના નહીં, દુનિયામાં સૌથી સૂરીલો અવાજ ધરાવતું પક્ષી બ્લેકબર્ડ

  • September 23, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જયારે પક્ષીઓ કિલકિલાટ કરે છે ત્યારે આપણે મનુષ્યો શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ બધા પક્ષીઓ સમાન આકર્ષણ ધરાવતા નથી. કેટલાક પક્ષીઓના અવાજ આપણાને મંત્રમુગ્ધ કરી દે તેવા લાગે છે, યારે કેટલાકના અવાજ આપણને બોર કરી દે છે. હવે, વૈજ્ઞાનિકો સમજવા લાગ્યા છે કે આવું કેમ છે. સામાન્ય રીતે, યારે ભારતમાં સૌથી સૂરીલા પક્ષીઓની વાત આવે છે ત્યારે આપણે ઘણીવાર કોયલ કે મેના વિશે વિચારીએ છીએ. પરંતુ એક નવા અભ્યાસમાં વિશ્વનું સૌથી સૂરીલુ પક્ષી બ્લેકબર્ડ હોવાનું સામે આવ્યું છે.
ફ્રન્ટીયર્સ ઇન બર્ડ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક જર્મન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પક્ષી જગતમાં કોમન બ્લેકબર્ડનો અવાજ સૌથી મધુર છે. આ અભ્યાસ માનવ શ્રવણ અને પક્ષી ગીત વચ્ચેના સંબધં પરના નવા સંશોધન પર આધારિત છે. અભ્યાસના પરિણામો દર્શાવે છે કે કોમન બ્લેકબર્ડનો કિલકિલાટ સૌથી સુખદ છે કારણ કે તે તમામ આવશ્યક પરિમાણો– ફ્રીકવન્સી (પિચ), કંપનવિસ્તાર (લાઉડનેસ) અને ગીત રચના (જટિલતા)ની સંપૂર્ણ શ્રેણીમાં આવે છે. આ અભ્યાસમાં ૮૪ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષીઓના અવાજના પાસાઓ અને તે મનુષ્યો માટે કેટલા સુખદ છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, કોમન બ્લેકબર્ડ (અથવા યુરેશિયન બ્લેકબર્ડ)એ ૫ માંથી ૪.૫૨ના સરેરાશ રેટિંગ સાથે સર્વેમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેનું વૈજ્ઞાનિક નામ ટર્ડસ મેલા છે. બગીચાઓ, ઉધાનો અને જંગલોમાં સામાન્ય રીતે જોવા મળતું આ પક્ષી સમગ્ર યુરોપમાં સામાન્ય છે. તેનો અવાજ મધુર અને વાંસળી જેવો છે.
કોયલ પક્ષી ભારતમાં જોવા મળે છે અને તે તેના નર પક્ષીના ચળકતા કાળા પીંછા, માણેક જેવી લાલ આંખો અને તીણ કૂલ–અલ સંવનન અવાજ માટે જાણીતો છે. કોયલ ૪.૧૩ રેટિંગ સાથે મધુરતા માટેના સંશોધનમાં ૧૫મા ક્રમે છે, યારે કોમન નાઇટિંગેલ અથવા બુલબુલ ૪.૨૬ રેટિંગ સાથે ૮મા ક્રમે છે. આ જ અભ્યાસમાં, બાર્ન ઘુવડને સૌથી કઠોર માનવામાં આવ્યું હતું, જેનું સરેરાશ રેટિંગ ૧.૩૨ હતું. બાર્ન ઘુવડનો અવાજ ભયાનક, તીણ ચીસો પાડે છે. સર્વે કરાયેલા અન્ય પક્ષીઓમાં, યુરોપિયન ગોલ્ડફિન્ચને ૫ માંથી ૪.૨૬નો સુખદ સ્કોર મળ્યો, ત્યારબાદ યુરોપિયન રોબિન ૪.૦૪ અને બ્લુ ટાઇટ ૩.૯૨ નો સ્કોર આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application