દેશમાં ત્રીજીવાર એન.ડી.એ દ્વારા કેન્દ્ર માં સરકાર ના ગઠન ની જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવણી
માનનીય નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં એન. ડી. એ ત્રીજીવાર કેન્દ્ર માં સરકારની સપથ લેઇ સરકાર રચાઈ, આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આ ઐતિહાસિક ઘટના ને નિહાળવા, હોદેદારો, કોર્પોરેટર શ્રી, કાર્યકર્તાઓ શહેર ભાજપ કાર્યાલય જામનગર ખાતે એકઠા થયા હતા. આ ઐતિહાસિક પ્રસંગે સૌ એ એકબીજા ના મો મીઠા કરાવી, ફટાકડા ફોડી એન.ડી. એ ની હેટ્રીક ને વધાવેલ.
વિશેષની ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ સાહેબ, ૧૨, લોકસભા ના સંયોજક ડો વિનોદભાઈ ભડેરી દિલ્લી ખાતે શપથવિધિ સમારોહ માં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેર ભાજપ કાર્યાલય માં ઉત્સાહનો માહોલ હતો, નવા મંત્રીમંડળ તથા ત્રીજીવાર કેન્દ્રમાં એન.ડી. એ ની સરકાર રચાઈ, તેને આવકારવામાં આવેલ.
આ તબક્કે શહેર મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેયર, વિનોદ ખીમસુરિયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઇ હિંદોચા, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, કોર્પોરેટર શ્રીઓ, મોરચા ના પ્રમુખો, વોર્ડ પ્રમુખ, સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech