BREAKING NEWS

જામનગરમાં મકાનમાંથી ૩૨ વાયરોના બંડલોની ઉઠાંતરી

  • November 06, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મકાનમાંથી ૩૨ વાયરોના બંડલોની ઉઠાંતરી

નિકાવામાંથી બે પાણીની મોટર અને કેબલની ચોરી : તસ્કરોની રંજાડ યથાવત

જામનગરના શ્રીનાથજી કોલોની વિસ્તારમાં નવા બનતા મકાનેથી અજાણ્યા શખ્સો એક લાખની કિંમતના વાયરના બંડલો ચોરી કરી ગયા છે, જયારે નિકાવા ગામે ૨૧ હજારની કિંમતની ઇલે. મોટરો અને વાયરની ચોરી થઇ છે. ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના સુમેર કલબ રોડ, હાથી કોલોનીમાં રહેતા વેપારી રામજી આંબાભાઇ ગઢીયાએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરીયાદ કરી હતી કે ફરીયાદીના શ્રીનાથજી કોલોની શેરી નં. ૧માં નવું મકાન બનતુ હોય જે મકાનમાં અલગ અલગ એમ.એમ. સાઇઝના ઇલેકટ્રીક વાયરના બંડલો જેમાં ૨૦ આખા બંડલ અને ૧૨ અડધા બંડલ મળી કુલ ૩૨ બંડલ જેની અંદાજે કિ. એક લાખની થાય છે જેની અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા છે.

અન્ય એક બનાવમાં કાલાવડના નિકાવા ગામમાં રહેતા ખેતી કરતા પંકજ રણછોડભાઇ તાળાએ તેની વાડીના શેઢા પાસે નદીમાંથી પાણી લેવા માટે સાડા સાત હોર્સ પાવરની બે સબમર્સીબલ મોટર જેની અંદાજે કિ. ૨૦ હજાર અને કેબલ વાયર ૧૫૦૦ની કિંમતનો મળીને કોઇ અજાણ્યા શખ્સો ગત તા. ૨૮ રાત્રીના સુમારે કુલ ૨૧૫૦૦નો મુદામાલ ચોરી કરીને લઇ ગયા છે જેથી પંકજભાઇ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application