આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જામનગર: ધ્રોલમાં મોબાઇલના ટાવરમાંથી ૩.૭૦ લાખનાં સાધનોની ચોરીઅજાણ્યા શખ્સો સામે ફરીયાદ : પોલીસ દ્વારા કરાતી તપાસધ્રોલમા બેંકની પાછળ દરગાહ પાસેના વોડાફોન કંપનીના ટાવરમાંથી અંદાજે રૂપિયા ૩.૭૦ લાખની કિંમતનાં વિવિધ ટેકનિકલ ઉપકરણોની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આગળ ધપાવી છે.અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને ઇશાન નેસ્ટોલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ગૌરવ રામરૂપ શર્માએ ધ્રોલ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ગઇકાલે ફરિયાદ નોંધાવી છે.તેમના જણાવ્યા મુજબ તા. ૪ ના બપોરે સવા એકથી દોઢ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ટાવરની નીચે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા સાધનો ચોરી ગયો હતો.ચોરાયેલા મુદ્દામાલમાં એએસજી એમ્પ્લિફાયર સ્વિચ્ડ ગેઇન ઇડીએફએની કિંમત રૂપિયા ૨.૭૦ લાખ, ડીસી પાવર ફિલ્ટરની કિંમત રૂપિયા ૪૬ હજાર તથા ઇક્વિપમેન્ટ ક્ધટ્રોલરની કિંમત રૂપિયા ૫૪ હજાર મળી કુલ રૂપિયા ૩.૭૦ લાખનાં સાધનોનો સમાવેશ થાય છે. ધ્રોલ પોલીસે અજાણ્યા તસ્કર સામે ચોરીનો ગુનો નોંધી તપાસ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટ દિવાળીની રાત્રે ફાયરના સાયરનથી ગુંજ્યું, અનેક જગ્યા લાગી ફટાકડાથી આગ, જાણો ક્યાં ક્યાં લાગી ભીષણ આગ
રાજકોટમાં દિવાળીની રાતે હવા અતિ ઝેરી બની: રાત્રે 12થી 12:30 વચ્ચે હાઈએસ્ટ 1078 AQI, જાણો કેટલા વાગ્યે કેટલો AQI નોંધાયો
રોહિત શર્માની નજર ડબલ વર્લ્ડ રેકોર્ડ પર, જેને તોડવા કોઈ પણ ખેલાડીને સદીઓ લાગશે
હોર્મુઝમાં ત્રણ ઓઇલ ટેન્કરમાં ભીષણ આગ, ઈરાને અમેરિકાને આપી ખુલ્લી ધમકી
1 કરોડ 1 લાખની નોટોથી મહાલક્ષ્મીને શણગાર, જાણો પોરબંદરના ઐતિહાસિક મંદિરમાં અનોખી પરંપરા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech