BREAKING NEWS

જામ્યુકોની મિલકત વેરા શાખાના ત્રણ ઝોન કરાયા

  • September 08, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામ્યુકોની મિલકત વેરા શાખાના ત્રણ ઝોન કરાયા



જામનગર મહાનગરપાલીકાની મિલકત વેરા શાખાની ત્રણ ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. ઝોન પ્રમાણે અધિકારીઓને ફરજની સોંપણી કરાઇ છે. આટલું જ નહીં વોરંટ બજવણી, જપ્તીની સતા પણ આપવામાં આવી છે. વહીવટી કામગીરીમાં સરળતા અને લોકોને નજીકના સ્થળે સુવિધા મળે તે હેતુથી મનપાના કમિશ્ર્નર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

જામનગર મહાનગરપાલીકાના તા.૨૦-૩-૨૦૧૨ના મળેલી સામાન્ય સભામાં હાઉસટેકસ શાખાના ચાર ઝોન પાડવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરાયો હતો. જામ્યુકોની હદ વર્ષ ૨૦૧૩માં ૩૪ ચો.કીમીથી વધીને ૧૨૮ ચોરસ કીલોમીટર થઇ છે. આથી શહેરમાં સમાવિષ્ટ મિલકતો અને મિલકતની પૂરી પાડવામાં આવતી સેવાના વ્યાપમાં વધારો થયો છે. વર્તમાન સમયમાં મનપાના ચોપડે કુલ ૩,૧૮,૯૧૮ મિલકતો નોંધાયેલી છે. શહેરના અલગ-અલગ વિસ્તારના આસામીઓને ઓનલાઇન સુવિધા ઉપરાંત અન્ય કામગીરી માટે મનપાની મુખ્ય કચેરી ખાતે દૂરથી આવવું પડતું હોય નવા ભળેલા વિસ્તારોમાં રહેતા લોકોને નજીકમાં સુવિધા મળે તે માટે મનપા દ્વારા ગ્રીનસીટી અને સમર્પણ વિસ્તારમાં ઝોનલ ઓફીસ બનાવામાં આવી હતી.જેનું લોકાર્પણ વર્ષ-૨૦૨૫માં કરી મિલકત વેરા શાખા દ્વારા વર્ષ-૨૦૨૬માં ફેબ્રુઆરી મહીનાથી બંને ઝોનલ ઓફીસમાં ટેકસ કલેકશન શ‚ કરવામાં આવ્યું છે. જનરલ બોર્ડના મનપાની જુદી જુદી શાખાઓની ઝોન વાઇઝ કામગીરીના ઠરાવ અનુસાર કમિશ્ર્નર દીપેશ કેડીયા દ્વારા લોકોને નજીકના સ્થળે સુવિધા મળે અને વહીવટી કામગીરીમાં સરળતાના હેતુથી મનપાની મિલકત વેરા શાખાને ત્રણ ઝોનમાં વહેંચવાનો હુકમ કરવામાં આવ્યો છે. જે અનુસાર મુખ્ય ઓફીસ-સેન્ટ્રલ ઝોન ઓફીસ, ગ્રીનસીટી -સાઉથ ઝોન ઓફીસ, સમર્પણ-વેસ્ટ ઝોન ઓફીસ એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે. આટલું જ નહીં આ માટે અધિકારીઓની ફરજ ફાળવણીના પણ હુકમ કમિશ્ર્નરે કર્યા છે. જે અનુસાર મુખ્ય વહીવટી ભવન વોર્ડ નં.૧ થી ૧૦ તથા ગ્રીનસીટી સાઉથ ઝોન માટે ટેકસ ઓફીસર મનદીપસિંહ જાડેજા, મુખ્ય વહીવટી ભવન વોર્ડ નં.૧૧ થી ૧૯ તથા સમર્પણ સર્કલ-વેસ્ટ ઝોન ઇન્ચાર્જ ટેકસ ઓફીસર વિજય ભાંભોર, ગ્રીનસીટી-સાઉથ ઝોન માટે ઇન્ચાર્જ ટેકસ ઓફીસર અર્જુન વારસુર, મૂળ કામગીરી ઉપરાંત સમર્પણ સર્કલ વેસ્ટ ઝોન માટે ઇન્ચાર્જ આસીસ્ટન્ટ ટેકસ ઓફીસર નારણ બી.બુંબડીયાની નિમણૂંક કરી આ આદેશની તાકીદે અમલવારી કરવા સંબધિત વિભાગ અને અધિકારીઓને જણાવાયું છે. 
​​​​​​​
તદઉપરાંત કમિશ્ર્નર દ્વારા બીપીએમસી એકટના નિયમ અનુસાર ટેકસ રીકવરી માટે વોરંટમાં સહી કરવા, બજવણી કરવા તથા મિકલતની જપ્તીની કાર્યવાહી કરવાની સતા ટેકસ ઓફીસર(વહીવટ) મનદીપસિંહ જાડેજા, ઓફીસ સુપ્રીટેન્ડન્ટ સુનીલ દાણીધારીયા, સ્ટે. આસી. અને ઇ.ચા. આસી.ટેકસ ઓફીસર નારણ બુંબરિયા તથા ઇ.ચા. આસી.ટેકસ ઓફીસર નીતીન મહેતાને આપવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application