દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાછતરડી ખાતે તા.૧૫ નવેમ્બરના રોજ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાશે
ઉજવણીના સુચારૂ આયોજન સંદર્ભે પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિતે આગામી તા.૧૫/૧૧/૨૦૨૬ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાછતરડી ગામે જનજાતિય ગૌરવ દિવસના જિલ્લા કક્ષાનાં કાર્યક્રમની ઉજવણી થનાર છે. આ ઉજવણીના સુચારૂ આયોજન સંદર્ભે પ્રાંત અધિકારી એસ.એ.હેરમા અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા, યોજનાકીય લાભાર્થીઓને આપવાના થતા લાભ, સ્ટેજ, યોજનાકીય માહિતીઓ સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પ્રાંત અધિકારીએ સૂચનો આપ્યા હતા.
આ તકે બેઠકમાં મામલતદાર વી.આર.વરૂ, વીરાંગ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી.ચોબીસા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.