BREAKING NEWS

નવરાત્રીના તહેવાર અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સતર્ક

  • October 03, 2026 10:09 AM 

નવરાત્રીના તહેવાર અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સતર્ક

પટણીવાડ, ભોયવાડો, વાઘેરવાડો અને મીરાદાતાર જેવા સંવેદનસીલ વિસ્તારોમાં “કોમ્બિંગ”

જામનગર શહેરમાં અને જીલ્લામાં આગામી તા.૧૧ ઓક્ટોબર ના રોજ, નવરાત્રી નો પાવન તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેમજ તહેવાર દરમ્યાન કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના "ન" બને અને કોમી સૌહાર્દ, શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તેવા ઉદ્દેશ્ય સાથે જામનગર પોલીસ સતર્ક બની છે. 

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ ગત મોડી રાત્રે કોમ્બિંગ યોજાઇ હતી. જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તાર જેમકે પટણીવાડ વિસ્તાર, ભોયવાડો વિસ્તાર, વાઘેરવાડો વિસ્તાર અને મીરાદાતાર વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ઇભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application