પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ માલદીવના મંત્રીએ ટિપ્પણી કરતા તેના ઘેરા પ્રત્યાધાતો જોવા મળી રહ્યા છે. આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં ફિલ્મોથી લઈને ક્રિકેટ જગત સુધીના ઘણા સ્ટાર્સ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી ચૂકયા છે. ત્યારે હવે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ તેમની પ્રતિક્રિયા આપી હતી. આમ તો બિગ બીની ગણતરી એવા સેલેબ્સમાં કરવામાં આવે છે, જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. બ્લોગ લેખનથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સુધીના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બિગ બી તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. હવે તેણે માલદીવ વિરુદ્ધ લક્ષદ્વીપના હોટ ટોપિક પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
અમિતાભ બચ્ચને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું એક ટ્વિટ શેર કર્યું છે. જેમાં તેમણે ભારતના અનેક અલગ-અલગ બીચની તસવીરો શેર કરી અને માલદીવના કટાક્ષને આપત્તિમાં એક અવસર ગણાવી દીધો. સેહવાગે કહ્યું હતું કે, ભારત સરકાર આ સમગ્ર મામલામાં બોધપાઠ લઈને પ્રવાસન ક્ષેત્રે થોડો સુધારો કરીને ભારતની અર્થવ્યવસ્થાને મોટો વેગ આપી શકે છે. ત્યારે આ જ બાબતે અમિતાભ બચ્ચને સહમતિ આપી અને તેમણે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરેલી તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, વીરુ પાજી, આ ખૂબ જ યોગ્ય છે અને આપણી જમીનના હકમાં પણ છે, આપણી પોતાની વસ્તુઓ શ્રેષ્ઠ છે, તેમ કહી તેમણે કહ્યું હતું કે તેઓ લક્ષદ્વીપ અને આંદામાન પણ જઇ ચૂકયા છે. તે એકદમ અદભૂત અને સુંદર જગ્યાઓ છે. આશ્ચર્યની વાત એ છે કે પાણીની વચ્ચે અને પાણીની અંદરનો અનુભવ એકદમ અવિશ્વસનીય છે. આપણે ભારત છીએ, આપણે આત્મનિર્ભર છીએ, આપણી આત્મનિર્ભરતાને નુકસાન પહોંચાડતા નથી. જય હિંદ.
આપને જણાવી દઇએ કે, વીરેન્દ્ર સેહવાગે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, "ઉડુપીના સુંદર બીચ હોય, પોન્ડીમાં પેરેડાઈઝ બીચ હોય, આંદામાનના નીલ અને હેવલૉક અને આપણા દેશભરના અન્ય ઘણા સુંદર બીચ હોય, ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જેમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઘણું બધું થઈ શકે છે. આ સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત જાણે છે કે તમામ આફતોને તકોમાં કેવી રીતે રૂપાંતરિત કરવી. માલદીવના મંત્રીઓ દ્વારા આપણા દેશ અને આપણા વડાપ્રધાન પર કરવામાં આવેલી ટિપ્પણી ભારત માટે એક અવસર બનાવીએ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પ્રવાસીઓ માટે આકર્ષક બનાવી, આપણી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આ એક મોટી તક છે. આમ, વિરેન્દ્ર સહેવાગે આપત્તિને અવસરમાં પલટાવી દેવા સાથે જે મંતવ્ય રજૂ કર્યું તેને બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને સમર્થન પાઠવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech