BREAKING NEWS

જામનગર શહેરમાં વો કૌન થી....?

  • November 03, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વો કૌન થી...?

અપહરણનો ઇરાદો...!? : કોલેજીયન યુવતિને ઇંગ્લીશમાં લખવાના બહાને ઘરે આવવા કહયું : અજાણી મહિલા સીસી કેમેરામાં કેદ : પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરમાં ગઇકાલે સાંજે સોશ્યલ મિડીયામાં અજાણી મહિલાની શંકાસ્પ્દ હિલચાલ અને અપહરણનો ઇરાદો હોય એ પ્રકારનો એક ફુટેજ વાયરલ થયુ હતું, દરમ્યાનમાં આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, કોલેજીયન યુવતિને ઇંગ્લીશમાં કઇક લખાવવું છે તેમ કહીને ઘરે આવવા કહયુ હતું, જો કે યુવતિને શંકા ઉપજતા તેણી ગઇ ન હતી બીજી બાજુ અજાણી મહિલાનો ખરેખર ઇરાદો શું હતો, અપહરણનો પ્રયાસ કે અન્ય કોઇ કારણ એ બાબતે તપાસ ચલાવવામાં આવી રહી છે, હાલ તો વો કૌન થી...? એ અંગે તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે.

જામનગરમાં જનતા ફાટક નજીક આવેલ શકિતનગર વિસ્તારમાં સાંજના અરસામાં એક યુવતિ કોલેજથી ઘર તરફ જતી હતી તે દરમ્યાન પાછળ કોઇ અજાણી મહિલા  ચાલતી આવે છે અને તેણીએ યુવતિને મને ઇંગ્લીશમાં કશુ લખવું છે તું મારી જોડે ઘરે ચાલ... આમ કહેતા પ્રથમ તો યુવતિએ ભરોસો કર્યો અને થોડે દુર ચાલી હતી પરંતુ કશુ અજુગતુ લાગતા તેણી પોતાના ઘર તરફ ચાલી ગઇ હતી. 

બાદમાં સમગ્ર ઘટનાની જાણ યુવતિ દ્વારા પરિવારજનોને કરવામાં આવતા નજીકના સીસીટીવીમાં કેદ થયેલી અજાણી મહિલા બાબતે પોલીસમાં અરજી આપવામાં આવી હતી, ભાવિકાબેન દ્વારા સીટી-સીમાં અરજી આપવામાં આવી છે જેમાં આ બાબતે તપાસ કરવા અને આ મહિલા કોણ છે પાછળ આવતા હતા તેના ફોટા કેમેરામાં કેદ થયેલા છે જે બાબતે યોગ્ય તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. 

ગઇકાલે સાંજે સોશ્યલ મિડીયામાં અજાણી મહિલાના શંકાસ્પ્દ હિલચાલવાળા ફુટેજ અને વિડિયો વાયરલ થતા અપહરણના પ્રયાસની આશંકાઓ બાબતે ચર્ચાઓ ઉઠી હતી, ખરેખર આ અજાણી મહિલાનો ઇરાદો શું હતો ? અને વો કૌન થી વિગેરે બાબતે શહેરમાં ચર્ચા જાગી છે. હાલ પોલીસ દ્વારા અરજીમાં અપાયેલી વિગત અને ફુટેજમાં કેદ અજાણી મહિલા બાબતે તપાસ ચલાવવામાં આવી રહી છે જે તપાસના અંતે કેટલીક વિગતો સ્પષ્ટ થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application