રૈયાધાર પાસે ઇન્દિરાનગરમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયાધારમાં જ રહેતા કૌશલ ઉર્ફે કરણ નીતિનભાઈ મકવાણાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના ફરિયાદી તથા તેમના માતા અને તેમના બે વર્ષના પુત્રને લઇ અહીં વિસ્તારમાં જ ડ્રીમ સિટી સામેના ભાગમાં આવેલ હનુમાનજી મંદિર બાજુમાં કાચા રસ્તા પર હોળી પ્રગટાવવાની વિધિ ચાલુ હોય ત્યાં દર્શન કરવા માટે જ ઘરેથી ચાલીને ગયા હતા ત્યારે રસ્તામાં થોડે દૂર આ જ વિસ્તારમાં રહેતો કૌશલ ઉર્ફે કરણ બાઈક લઈને સામેથી આવી કાવો મારી ફરિયાદીએ પહેરેલ પંજાબી ડ્રેસની ચુંદડી પકડી છેડતી કરી હતી. જેથી ફરિયાદીના માતાએ આ કૌશલને કહ્યું હતું કે, આ રીતે કવો ન મરાય અને મારી દીકરીની શું કામ છેડતી કરશ? જેથી કૌશલ ફરિયાદીની માતાને ગાળો દેવા લાગ્યો હતો ત્યારબાદ તે જતો રહ્યો હતો
થોડીવાર બાદ તે બાઈક લઇ અહીં હોળી પ્રગટાવવાની જગ્યાએ ફરી પાછો આવી ફરિયાદી તથા તેની માતાને ધમકી આપી હતી કે કાલે તહેવારો દિવસ છે તારા ઘર ઉપર પથ્થરો ફેંકવા છે અને દારૂની પોટલી નાખવી છે તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો ગાળો દેવાની ના કહેતા કૌશલે અહીં ઇંટના કટકા પડ્યા હોય તેમાંથી એક ઈંટનો છુટો ઘા ફરિયાદીની માતા તરફ કર્યો હતો જેથી ફરિયાદીએ તેને ખેંચી લેતા ઇંટ લાગી ન હતી. બાદમાં આ કૌશલને સમજાવતા તે ફરી ફરિયાદીની ચુંદડી પકડી હવામાં ઉડાવી હતી દરમિયાન અહીં લોકો ભેગા થતા કૌશલ બાઇક લઈને નાસી ગયો હતો બાદમાં આ મામલે પરિણીતાએ કૌશલ ઉર્ફે કરણ નીતિનભાઈ મકવાણા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ નોંધાયા બાદ આરોપી કૌશલ ઉર્ફે કરણે મહિલાના પતિ પાસે આવી મારા વિરૂધ્ધ ફરિયાદ કેમ નોંધાવી તેમ કહી તેના પતિને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં.જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અલગથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech