BREAKING NEWS

જામનગરના કાલાવડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • September 25, 2026 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના કાલાવડ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

‘બેટી બચાવો, બેટી પઢાવો’ હેઠળ કિશોરીઓ માટે હિમોગ્લોબિન કેમ્પ, આરોગ્યલક્ષી માર્ગદર્શન અને વિવિધ કીટનું કરાયું વિતરણ

જિલ્લા મહિલા અને બાળ અધિકારી, જામનગરની કચેરી દ્વારા મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાલાવડ તાલુકાની મુકતાબેન કન્યા વિદ્યાલય ખાતે મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પને સુદ્રઢ બનાવવાના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિનીઓ માટે ખાસ હિમોગ્લોબિન તપાસ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં તબીબી અધિકારી દ્વારા કિશોરીઓને માસિક ચક્ર અંગે જરૂરી આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી તેમજ DHEW-DMC દ્વારા માસિક સ્વચ્છતા અને તેના યોગ્ય વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું 'બેટી બચાવો, બેટી પઢાવો'ના લોગોવાળા મગ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંડળ મંત્રી હસમુખભાઈ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે નવજાત દીકરીઓને 'દીકરી વધામણા કીટ', શાળામાં પુનઃપ્રવેશ કરનાર દીકરીઓને 'એજ્યુકેશન કીટ' તથા ઉપસ્થિત વિદ્યાર્થિનીઓને 'હાઈજીન કીટ'નું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ આયોજનમાં આરોગ્ય વિભાગના THO, MO, ICDSના CDPO, શાળાના આચાર્ય, શિક્ષકગણ, પૂર્ણા કન્સલ્ટન્ટ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ DHEW, OSC, PBSC, VMK સ્ટાફ સહ ભાગીદાર બન્યા હતા અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થિનીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં આગેવાન સર્વ નિરવભાઈ ભટ્ટ, શિક્ષણ મંડળ પ્રમુખ  જે.ટી. પટેલ, મહામંત્રી  કિશોરભાઈ નિમાવત,  મિતભાઈ ફળદુ, જિલ્લા ઉપપ્રમુખ  અભિષેકભાઈ, નગરપાલિકા સદસ્યઓ મંજુલાબેન લીંબાણી, સુજાતાબેન સિંગલ, મણીબેન મકવાણા, સાનિયાબેન મહેતા, સુરેશભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ તનુભાઈ ચૌહાણ, અનુસૂચિત જાતિ મંત્રી  મનોજભાઈ પરમાર, શિક્ષણ મંડળ મંત્રી  હસમુખભાઈ, હસમુખભાઈ વોરા તથા મહિલા મોરચાના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application