BREAKING NEWS

દ્વારકા: દરેક વોર્ડમાં આરઓ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ

  • November 18, 2026 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: દરેક વોર્ડમાં RO​​​​​​​ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી શરૂ

પબુભા માણેક દ્રારા સાત લાખના ખર્ચે તૈયાર થયેલ ફીલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ 

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેતા પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે. નહીવત વરસાદના કારણે દ્વારકાના નાગરિકોને પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દ્વારકાના લોકપ્રિય ધારાસભ્ય પબુભા માણેક દ્વારા નગરજનોને શુદ્ધ અને મીઠું પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ આયોજન અંતર્ગત દ્વારકાના કુલ આઠ વોર્ડમાં પ્રથમ તબક્કે દરેક વોર્ડમાં એક-એક છઘ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ બીજા તબક્કામાં દરેક વોર્ડમાં વધુ એક RO પ્લાન્ટ શરૂ કરવાની યોજના છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર કામગીરી કોઈ સરકારી સહાય વિના ધારાસભ્ય પબુભા માણેકના સહયોગથી હાથ ધરવામાં આવી રહી છે.

આ અભિયાનના પ્રથમ પગલા રૂપે વોર્ડ નંબર-૧ના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસ ખાતે આશરે રૂ. ૭ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા RO પ્લાન્ટ અને ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ શરૂ થવાથી સ્થાનિક રહેવાસીઓને શુદ્ધ, સ્વચ્છ અને મીઠું પીવાનું પાણી ઉપલબ્ધ થશે. આ છઘ પ્લાન્ટ દ્વારા માત્ર પાંચ રૂપિયામાં ૨૦ લીટર શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવશે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને પણ નજીવા દરે પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.

ધારાસભ્ય પબુભા માણેકની આ પહેલથી દ્વારકાના તમામ આઠ વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા હળવી બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આયોજન મુજબ તમામ વોર્ડમાં RO પ્લાન્ટ કાર્યરત થશે તો આવનારા સમયમાં દ્વારકાના નાગરિકોને પીવાના પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application