BREAKING NEWS

જામનગર : નથુવડલા સીમમાં ગળાફાંસો ખાઇ શ્રમિકે આયખું ટુંકાવ્યું

  • December 01, 2025 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધ્રોલના નથુવડલા સીમમાં એક યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો, ચારેક મહિનાથી પત્ની રીસામણે ચાલી જતાં મનમાં લાગી આવતા પગલું ભરી લીધું હતું.


મુળ દાહોદના વતની હાલ ટંકારાના ઓટાળા સીમમાં રહેતા ખેતમજુરી કરતા ગુલાબ વરસંગભાઇ પરમાર (ઉ.વ. ર૬) નામના યુવાને ધ્રોલના નથુવડલા સીમમાં વાડીએ ઝાડમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
​​​​​​​

આ અંગે ઓટાળા સીમમાં રહેતા વરસંગ માનસીંગભાઇ પરમાર ધ્રોલ પોલીસમાં જાણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મરણ જનાર ગુલાબભાઇએ નથુવડલા સીમમાં રહેતી કાજલ સાથે ભાગીને લગ્ન કરેલ હોય અને તેની પત્ની ચારેક મહિનાથી રીસામણે જતી રહી હોય, જે બાબતે મનમાં લાગી આવતા સસરાની ગામની સીમમાં જઇને પગલું ભરી લીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application