BREAKING NEWS

જામનગર​​​​​​​ : જુની અનુપમ ટોકીઝ પાસે જુની અદાવતમાં યુવાન પર છરીથી હુમલો

  • October 24, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : જુની અનુપમ ટોકીઝ પાસે જુની અદાવતમાં યુવાન પર છરીથી હુમલો

​​​​​​​

જામનગરના જુની અનુપમ ટોકીઝ પાસે અગાઉની માથાકુટનો ખાર રાખીને એક યુવાનને છરી અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા પહોચાડયાની તેમજ ધમકી દીધાની ૩ શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. કપડાની માર્કેટમાં આ બનાવ બનતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

શહેરના દિ.પ્લોટ-૪૯ હનુમાન ટેકરીમાં રહેતા હાર્દિક નારણભાઇ ડાંગર (ઉ.વ.૧૮) નામનો યુવાન તથા સાહેદ ગઇકાલે રાત્રીના જુની અનુપમ ટોકીઝ પાસે આવેલી માર્કેટમાં કપડાની ખરીદી કરવા ગયા હતા, ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાવત‚ રચી ત્રણેયે ફરીયાદીને અપશબ્દો કહયા હતા.

દરમ્યાન સ્ટારલાઇટ બિલ્ડીંગની લોબીમાં આરોપી જગદીશે ઉશ્કેરાઇને છરી વડે ફરીયાદી હાર્દિક પર હુમલો કરી બાવડા, પડખા, ઘુંટણ પાસે ઝીંકી દીધા હતા, અને ઇજાઓ પહોચાડી હતી તેમજ અન્ય બે શખ્સોએ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો જતા જતા જગદીશે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે હાર્દિક ડાંગર દ્વારા સીટી-બી ડીવીઝનમાં શંકરટેકરીમાં રહેતા જગદીશ ઉર્ફે સંજુ ઉર્ફે ઢેકુ વિજય વરાણીયા, પ્રફુલ ઉર્ફે અભલો વિજય વરાણીયા તથા ગુ‚દ્વારા પંચાયત પાસે રહેતા દેવ ભીખા ભારાઇ આ ત્રણેયની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી. ધમધમતા વિસ્તારમાં છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં તેણે ઉપરોકત ફરીયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application