જામનગર: ગોકુલનગર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર: ગોકુલનગર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
June 04, 2026 07:02 AM
જામનગર: ગોકુલનગર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના ગોકુલનગર શિવનગર શેરી નં. ૫માં રહેતા ભાવેશ દેવાભાઈ સાગઠીયા (ઉ.વ. ૨૬)એ પોતાના ઘરના મમાં છતના પંખા સાથે ગાદલાના કવરના પટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
બનાવની જાણ તેમની માતા રાજીબેન દેવાભાઈ સાગઠીયાએ પોલીસને કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ કારણ બહાર આવ્યું નથી અને અગમ્ય કારણોસર આ પગલું ભર્યાનું નોંધાયું છે. સીટી-સી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.