રાજકોટમાં ગઈકાલે રાત્રે વડોદરાવાળી થઈ હતી. એક નબીરો ફૂલ સ્પીડમાં કાર ચલાવી ત્રણ વાહનને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવાચાલક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે 12 વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
પેટ્રોલ પુરાવવા જતા હતા ને વૃદ્ધને કાળ ભેટ્યો
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના મવડી ફાયરબ્રિગેડ પાસે ગત રાત્રે 10થી 11 વાગ્યાની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફૂલ સ્પીડે આવતી કારે રસ્તે જતાં ત્રણ જેટલા વાહનચાલકોને અડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં એક્ટિવા લઈને પેટ્રોલ પુરાવવા જતાં દૂધની ડેરીના માલિક 69 વર્ષીય પ્રફુલભાઈ ઉનડકટને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક પર કાકા આયુષ ડોબરીયા સાથે જતી 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું હતું.
પોલીસે કારચાલકની અટકાયત કરી
અકસ્માત જોનાર લોકોના જણાવ્યા મુજબ, કારની સ્પીડ 100થી 120 હતી. આ સાથે કારચાલક યુવકે નશો કર્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે આ ઘટના બાદ માલવિયાનગર પોલીસે કારચાલકની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસે આરોપી ડ્રાઇવર ઋત્વિચ રમેશભાઇ પટોળિયા અને તેની સાથેના ધ્રુવ ધર્મેશભાઈ કોટકની પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. અકસ્માત સર્જનાર કાર કિયા કંપનીની અને તેનો નંબર GJ01 KX 5080 છે.
કારમાં પાછળ 2 યુવતી બેઠી હતી, તે ભાગી ગઈ
અકસ્માતનો ભોગ બનનાર આયુષ ડોબરિયાએ જણાવ્યું હતું કે, મવડી મેઈન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક વાહન લઈને ઊભો હતો, ત્યારે કિયા કાર 100 અથવા 120ની સ્પીડે હશે. જેથી ત્યાં પેટ્રોલ પુરાવવા માટે શાંતિથી વાહન પર આવતા દાદાને કારે ઠોકર મારી હતી, જેથી તેમનું તો ત્યાં જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ મને ઠોકર વાગતા હું બેભાન થઈ ગયો હતો. કારમાં પાછળ 2 યુવતી બેઠી હતી, તે ભાગી ગઈ, પરંતુ કારમાં આગળ બેસેલા 2 યુવકને મેં પકડી લીધા હતાં. કારચાલકે અંદાજે બેથી ત્રણ લોકોને અડફેટે લીધા હશે. કારચાલક નશાની હાલતમાં હોય તેવુ મને લાગી રહ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech