ભાજપના પાયાના પથ્થર, પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય પંચમહાભૂતમાં વિલીન થયાં

  • May 12, 2025 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જનસંઘના સંસ્થાપક સભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્યનું ગઈકાલે ૯૨ વર્ષની જૈફ વયે નિધન થતાં ભાજપ શોકમય થયું હતું. જોગાનુંજોગ ગઈકાલે મધર્સ ડે જ હતો અને આ દિવસે જ ભાજપના આગેવાનોએ માતા સમાન વરિ  વિભૂતિને ગુમાવતા ભાજપના આગેવાનોએ શોક વ્યકત કર્યેા હતો. ગઈકાલે બપોરે  જલારામ સોસાયટી અનસુયા એપાર્ટમેન્ટ તેના નિવાસસ્થાને અંતિમ દર્શન કરવા લોકો ઉમટી પડા હતા તેમ જ ત્યારબાદ અંતિમયાત્રા નીકળી હતી જેમાં સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા, દિલીપભાઈ સંઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા,મેયર ધર્મેશભાઈ પોશીયા , ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલવીબેન ઠાકર , શાસક પક્ષના નેતા મનન અભાણી, જેઠાભાઈ પાનેરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, એડવોકેટ ભરતભાઈ ગાજીપરા, યોગેન્દ્રસિંહ પઢિયાર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ પારેલીયા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપ, બ્રહ્મ સમાજ, રાજકીય સામાજિક આગેવાનો તથા મહિલા મંડળો અધિકારી પદાધિકારીઓ જોડાયા હતા. આજે સાંજે ૪થી૬ ભુતનાથ સત્સગં હોલ ખાતે હેમાબેન આચાર્યની પ્રાર્થના સભા યોજાશે. હેમાબેનના નિધનથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પણ શોક વ્યકત કર્યેા હતો અને પરિવારજનોને સાંત્વના આપી હતી.
હેમાબેનનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લ ાના હળવદ મુકામે થયો હતો તેમના પિતાજી જયદેવભાઈ શાળા અધિકારી હતા.યાં તેની બદલી થાય ત્યાં પરિવાર સાથે લઈ જાય વિરમગામ થી૧૯૫૧–૫૨ માં તેમના પિતાજીની બદલી જુનાગઢ શાળાધિકારી તરીકે થઈ ત્યારબાદ ૧૯૫૨થી૫૭ સુધી જૂનાગઢની એજી સ્કૂલ ,ગવર્મેન્ટ ગલ્ર્સ  હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી અને નોકરી કરતા કરતા બી.એ. સુધીનું શિક્ષણ પ્રા કયુ તેમના પિતાજી શિક્ષણ વિભાગમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને સમાજ સેવા કરવા ગ્રામ સેવા કરવી અને સરળ અને સહજ જીવન અને શ્રે તમ વિચાર એ તેમનું કાયમનું જીવન સૂત્ર બની ગયું હતું. સૂર્યકાંતભાઈ આચાર્ય સાથે તેના લ થયા અને તેઓએ સમયે ઇન્કમટેકસની વકીલાત કરતા હતા અને સઘં જનસંઘના મુખ્ય આગેવાન બંનેને લોકોએ જિંદગીભર ખાદીને આત્મસાત કરી આજીવન ખાખીદાર રહ્યા. જે નિયમ આજીવન જળવાઈ રહ્યો હતો.
તેઓ જૂનાગઢ વિધાનસભામાં ભારતીય જનસંઘના નિશાન પર કોંગી ઉમેદવાર વિક્રમ કિશોર બુચને હરાવીને જીત્યા હતા અને જુનાગઢ ધારાસભા પર પ્રથમ વિજય જન સંઘનો હતો. આ ચૂંટણી પ્રચાર દરમિયાન અટલ બિહારી વાજપાઈએ પણ જુનાગઢ આવી સભા યોજી હતી અને કોંગ્રેસના ઉમેદવાર વિક્રમકિશોર બુચ જે પત્રકાર પણ હતા. તેમણે આગ્રહ રાખેલ કે હત્પં સભામાં પત્રકાર તરીકે હાજર રહીશ જેનો સ્વીકાર કરી તેમણે પત્રકાર વ્યવસ્થામાં બેસાડા અને તે સમયે હેમાબહેને ઉમદા ખેલગીરી બતાવી જેની નોંધ લેવાઈ હતી. જનતા મોરચાની સંયુકત સરકાર બની અને હેમાબહેન સૂર્યકાંતભાઈ આચાર્યને આરોગ્ય વિભાગ અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી તરીકે જવાબદારીઓ સોંપવામાં આવી. હેમાબહેનના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર્રના દરેક જિલ્લા મથક પર માત્ર એક જ સરકારી હોસ્પિટલ હોય વધુને વધુ સુવિધા ઉભી કરાવી હતી અને હોસ્પિટલ સંચાલન સમિતિ બનાવી તેમાં રાજકીય સામાજિક કાર્યકરોની નિમણૂક આપી હતી. આરોગ્ય મંત્રી હેમાબહેન તેઓના કાર્યકાળ દરમિયાન વેશ પલટો કરી ગરીબ દર્દી બની જામનગરની સરકારી હોસ્પિટલમાં જઈ રાત્રે દર્દીઓ સાથે કેવો વ્યવહાર થાય છે. તેની જાત માહિતી મેળવી હતી. મંત્રી હતા તે દરમિયાન મચ્છુ ડેમ તૂટો હતો અને મોરબીમાં જળ હોનારત થઈ હતી તે સમયે દિલ્હીમાં બેઠકમાં ગયા હતા અને તુરતં જ રેલવેમાં વડોદરા સુધી અને ચોમાસાનો સમય હોવા છતાં લીંબડી વિસ્તારમાં ભોગાવા નદીનું પાણી ફરી વળ્યા હોય ટ્રકમાં બેસીને મોરબી પહોંચ્યા હતા. મોરબી હોનારત સમયે બાબુભાઈ પટેલ સરકારના આખા મંત્રીમંડળે સતત એક માસ મોરબી રહી કાર્ય સંપૂર્ણ કયુ હતું અને આરોગ્ય મંત્રી તરીકે જે કામ કયુ તે બદલ ઇન્ટરનેશનલ રોટરી કલબ દ્રારા પણ જીનહેરીઝ એવોર્ડ અપાયો હતો. પરિવાર પર ટ્રેનમાં ફરીથી હત્પમલો કરેલો ત્યારે હેમાબેન, તેની બહેન અને તેના પિતાએ હિંમત બતાવી હતી અને લડત આપી હતી જેથી ગુજરાતના ગવર્નર દ્રારા બહાદુરી બદલ તેનું એવોર્ડ આપી સન્માન કરાયું હતું.કટોકટી સમયે મીસામાં તેમને નજરકેદ રાખ્યા હતા. ઓલ ઇન્ડિયાની વ્યવસ્થા મુજબ હેમાબેન આચાર્ય, વિધાબેન ગજેન્દ્રભાઈ, નાથાભાઈ, નરેન્દ્ર ભાઈ મોદી સહિતનાઓની જવાબદારી હતી તે મુજબ દરેક કાર્યકર્તાઓને ઘરે જઈ આર્થિક મદદ કરી તે પરિવારોને ટકાવી રાખ્યા હતા. જેલમાં સમયાંતરે મળી દુ:ખ દર્દ દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. મોરારીબાપુ તથા રમેશભાઈ ઓઝાની સાહનું પણ આયોજન કયુ અને સૌરાષ્ટ્ર્રમાં જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ કન્યા છાત્રાલયનું પણ નિર્માણ કરી દીકરીઓના ભવિષ્યને ઉજવળ બનાવ્યું. સાદગી ,સૌમ્યતા અને મૃદુ સ્વભાવના હે માં બહેન ગમે તે પરિસ્થિતિ હોય તો પણ સ્પષ્ટ્ર વકતા તરીકે પણ ઓળખાતા હતા.સ્પષ્ટ્ર શબ્દોમાં પોતાનો પ્રતિભાવ આપી જર જણાયે ઠપકો પણ આપતા હતા.તેઓની વિદાયથી પરિવાર ઉપરાંત ભાજપ, રાજકીય અને સામાજિક આગેવાનોમાં શોક છવાયો છે

'આજકાલ' દ્રારા મહિલા દિવસે સન્માનિત કરાયાં હતાં
 તાજેતરમાં જ ૭ માર્ચ મહિલા દિવસ સંદર્ભે આજકાલ દૈનિક દ્રારા રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હેમાબેન આચાર્યને વુમન પાવર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેના વતી તેનો એવોર્ડ તેમના પૌત્રી નાલંદાબેન આચાર્યએ સ્વીકાર્યેા હતો. આજકાલ દૈનિકના ધરોહર ધનરાજભાઈ જેઠાણી તથા રાજકોટના મેયર અને ડેપ્યુટી મેયરના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. આજકાલ દૈનિક દ્રારા પણ હેમાબહેનને અપાયેલ એવોર્ડ  કાયમી સંભાળનાર પ બની રહેશે.હેમાબેનના નિધનથી ભાજપે જનસંઘના પાયાના પથ્થર ગુમાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પણ જેને દ્રષ્ટ્રિએ માનું બિદ આપી સંબોધતા હતા તેવા હેમાબેન (બા)નું નિધન થતાં તેઓની ખોટ કયારેય પૂરાશે નહીં. આજકાલ દૈનિક દ્રારા પણ એમાં બહેનને અપાયેલ એવોર્ડ તેનું કાયમી સંભાળનાર બનીરહેશે


૧૯૬૭માં જનસંઘની સ્વતત્રં નગરપાલિકા મળી

૧૯૫૯ માં શાળા સમિતિના ચેરમેન, રેડ ક્રોસ સમિતિના સભ્ય તરીકે ફરજ બજાવી ૧૯૬૭માં ફરીથી નગરપાલિકાની ચૂંટણીમાં ૨૫ માંથી ૧૭ સભ્યો ચૂંટાયા હતા અને મોહનભાઈ પટેલના ધર્મપત્ની કાન્તાબેન પટેલ અપક્ષ હતા જેમણે ટેકો આપેલ ત્યારથી હેમાબહેન મોલા પટેલ સાથેના ભાઈ બહેન તરીકે સંબધં રહ્યા. જેણે કયારેય પાર્ટીગત કે રાજકીય સીમાઓ નઙી ન હતી. તેઓ ૧૯૬૯ સુધી પ્રમુખ પદે રહ્યા બે વર્ષના સમયગાળા દરમિયાન જનસંઘના ઓલ ઇન્ડિયાના વડા પંડિત દિન દયાળજી ઉપાધ્યાયે જુનાગઢ બ આવી તમામને બીરદાવયા હતા. અને તે સમયગાળામાં જ સૌરાષ્ટ્ર્રમાં જુનાગઢ સિવાય માણાવદર બોટાદમાં પણ જન સંઘની સ્વતત્રં નગરપાલિકા બની હતી.

નગરપાલિકા ચૂંટણીમાં બિનહરીફ થતાં જનસઘં રાષ્ટ્ર્રીય કારોબારીમાં સ્થાન
જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી આવી અને તેમાં ૧૯૫૮માં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ તેમાં જનસંઘના દીપક નિશાન ઉપર છ સીટ જીત્યા અને એક બિનહરીફ સીટ મળી જેમાં હેમાબેન આચાર્ય, નારણદાસ પાઉ, અમૃતલાલ ઘીયા, ગિરધરભાઈ જીવાભાઇ, ખોડાભાઈ અને ટીનુકાકા તથા ટપુભાઈ વાઘેલા બિનહરીફ ચૂંટાયા હતા.૧૯૫૮થી૭૨ સુધી ગુજરાત જનસંઘની વકિગ કમિટીના સભ્ય રહ્યા હતા. જેમાં હેમાબેન અને વિધાબેન ગુજરાતમાં બે બહેનો જ હતા અને ૧૯૬૯થી૭૧ સુધી ઓલ ઇન્ડિયા જનસંઘની વકિગ કમિટીના ગુજરાતના એકમાત્ર મહિલા સભ્ય તરીકે કામગીરી કરી ત્યારે દિલ્હી પાટણ જયપુર ઇન્દોર વગેરે સ્થળોએ દર ત્રણ માસે બેઠક થતી તેમાં હાજરી આપવા જતા હતા.

આજે સાંજે ભુતનાથ સત્સગં હોલ ખાતે પ્રાર્થના સભા
હેમાબેન સૂર્યકાંતભાઈ આચાર્ય (પૂર્વ આરોગ્ય મંત્રી) તે સ્વ સૂર્યકાંતભાઈ આચાર્ય (જનસંઘના અને ભાજપના સ્થાપક સભ્ય અને રાય સભાના પૂર્વ સાંસદ)ના પત્ની તે ધ્રુવકુમાર આચાર્યના માતૃશ્રી, ભાવનાબેન ધ્રુવકુમાર આચાર્યના સાસુ, મેહત્પલ કુમાર, નાલંદાબેન, શિવરાજ ભાઈ ના દાદી, મહેશભાઈ કનુભાઈ આચાર્ય, સુરેશભાઈ તથા સુધાબેન ના કાકીનું તા.૧૧ને  રવિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું પ્રાર્થના સભા આજે સાંજે ૪થી૬ ભુતનાથ મહાદેવ મંદિર સત્સગં હોલ ખાતે રાખેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application