જામનગર- લાલપુર અને સિક્કામાં તસ્કરોનો પડાવ: ચોરીના ચાર કિસ્સા: જામનગર શહેર- લાલપુર અને સિક્કા માંથી બે મોટરસાયકલ તેમજ એક મોબાઇલ ફોનની ચોરી થઈ ગયાની ફરિયાદ
જામનગર શહેર, લાલપુર અને સિક્કામાં તસ્કરોએ પડાવ નાખ્યો છે, અને એકી સાથે ચાર સ્થળે ચોરી થયા ની ફરિયાદ થઈ છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાંથી રૂપિયા અડધા લાખની કિંમતના ઘરેણા ચોરાયા છે, જ્યારે જામનગર- લાલપુર અને સિક્કા માંથી બે મોટરસાયકલ તેમજ એક મોબાઇલ ફોનની ચોરી થયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં જ્યોત જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા સુનિલભાઈ જીવરાજભાઈ તાલપરા નામના યુવાનના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરના રૂમમાં આવેલા કબાટ માંથી રૂપિયા ૫૧,૦૦૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.
જે બનાવ અંગે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.
જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ પાસે રહેતા મહેશભાઈ સારીંગભાઇ બારડ નામના કારડીયા રાજપૂત યુવાને પોતાનો રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના સિક્કા પાટીયા પાસે પાર્ક કરવામાં આવેલો ડેરા શિકારી ગામના ખેડૂત આશિષ સુરેશભાઈ જાડેજા નું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત લાલપુરમાં ઓમકાર રેસીડેન્સીમાં રહેતા હરદેવસિંહ તખૂભા જાડેજાએ પોતાનું રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમત નું મોટરસાયકલ કોઈ તસકર ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech