બ્રિટનની સરકારે પોતાના નાગરિકો માટે અલર્ટ જાહેર કર્યું છે. તેણે ૭૨ કલાક સુધી પૂરતું પાણી, ભોજન અને ઈમરજન્સી કિટ સાથે રાખવાનું કહેવામાં આવ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હજુ સુધી સમાપ્ત થઇ શક્યો નથી. આ દરમિયાન બ્રિટને રશિયા તરફથી યુદ્ધનો ડર સતાવી રહ્યો છે. જોકે, રશીયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સંભાવનાને નકારી ચુક્યા છે. છતાં, બ્રિટને પોતાના નાગરિકો માટે અલર્ટ જાહેર કર્યું છે એન ૭૨ કલાક માટે પૂરતું ભોજન જ નહીં, યુનાઈટેડ કિંગડમની સરકારે નાગરિકોને રેડીયો અને બેટરી જેવી જરૂરી વસ્તુઓ પણ સાથે રાખવાનું કહ્યું છે.
આ દરમિયાન યુક્રેના રક્ષામંત્રી વેસ સ્ટ્રીટિંગએ રશિયાનું નામ લીધા વિના સાયબર હુમલા અને સ્ટેટ સ્પોન્સર્ડ ટેરર એટેકના જોખમને ધ્યાનમાં રાખીને અલર્ટ જાહેર કર્યું છે. વેસના જણાવ્યા મુજબ, સાયબર એટેકને કારણે ઇંગ્લેન્ડની સપ્લાય ચેઈન ખોરવાય શકે છે અથવા જંગલોમાં આગ લાગી શકે છે. આ ઉપરાંત, માળખાકીય સુવિધાઓ પર પણ એટેક થઇ શકે છે. તેથી ૭૨ કલાક ચાલે એટલો જરૂરી સામાન સંગ્રહ કરીને રાખવો જરૂરી છે.
નવ લીટર પાણી અને ખાવાની વસ્તુઓની સંગ્રહ
આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે સાયબર સુરક્ષામાં ગંભીર ખામીના કારણે સાવચેતીના ભાગરૂપે બ્રિટનની ૩૨ સરકારી વેબસાઈટ્સને ઓફલાઈન કરી દેવામાં આવી છે. બ્રિટન સરકાર દરેક ઘરને ૭૨ કલાક માટે પુરતો પુરવઠો સંગ્રહિત કરવાનો આગ્રહ કરી રહી છે. તેમાં દરેક વ્યક્તિ માટે નવ લીટર બોટલનું પાણી, ભોજન, રોકડ રકમ,ધાબળો, પ્રાથમિક સારવારની કીટ, બેટરી અને એક ચાવીથી ચાલતો રેડિયાનો પણ સમાવેશ થાય છે.
પુતિને યુદ્ધની સંભાવનાને કરી દીધી રદ
એક દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપના ભવિષ્યમાં યુદ્ધ થવાની સંભાનવા અંગેની ચેતવણીઓને રાજકીય નિવેદન ગણાવીને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા યુરોપના દેશો સાથે યુદ્ધ ઇચ્છતું નથી. પુતિન યુદ્ધ થવાની સંભાવના નકારી કાઢી હતી. છતાં, બ્રિટેન રશિયાથી યુદ્ધનો ડર રાખી રહ્યું છે.