પૂર્ણાયોજના અંતર્ગત જામનગર જીલ્લાની ૧૫૦ જેટલી કિશોરીઓ માટે પ્રવાસ યોજવામાં આવ્યો
પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ ના જતી કિશોરીઓને કૌશલ્યવર્ધન માટે જરૂરી પ્રવાસ અંગે જિલ્લા પંચાયત જામનગરની વર્ષ ૨૦૨૪/૨૫ની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ. ૪,૦૦,૦૦૦ની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં તમામ ઘટક દ્વારા પોતાના ઘટકની શાળાએના જતી કિશોરીઓને કૌશલ્યવર્ધન અર્થે કચ્છ જિલ્લા ખાતે સરહદ ડેરી, લીવીંગ એન્ડ લર્નિંગ સેન્ટર તથા ધોરડો કચ્છ રણોત્સવ સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતગર્ત જામનગર જિલ્લાના તમામ ઘટકની કુલ ૧૫૦ જેટલી કિશોરીઓને સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં કિશોરીઓને સરહદ ડેરી અંતર્ગત મિલ્ક પ્રોસેસિંગ કઈ રીતે કરવામાં આવે છે તેમજ કેટલ બ્રીડીંગ પ્લાન્ટ તથા દુધમાંથી બનતી અવનવી વાનગીઓ તેમજ દૂધ ઉત્પાદન કરવા હેઠળ મહિલાઓનો ફાળો, તેમની સંઘર્શથી સફળતા સુધીની ઉદારણીય અને પ્રેરણાદાયી માહિતી ખુબજ સરસ રીતે આપવામાં આવી. ત્યારબાદ લીવીંગ અને લર્નિંગ સેન્ટરની અજરખપુરની (LLDC)મુલાકાત દરમિયાન સેન્ટરમાં મ્યુઝીયમ જેમાં તમામ હસ્તકલાનો સંચય કરી સાચવવામાં આવેલ. રૂઢિગત ગ્રામીણ જીવનશૈલી અલગ અલગ વસ્તુઓ દ્વારા સંસ્કૃતિમાં સાચવી મ્યુઝીયમમાં આગવી ઓળખ આપેલ છે.
પારંપારિક હસ્તકલાને ઓળખી જેમાં ગ્રામીણ જીવનશૈલી, તેમની ધાર્મિક વિધિઓ અને તેમની દંતકથાઓની જીવંત અભિવ્યક્તિ તરીકે બનાવેલ મિરર વર્ક, પેચવર્ક અને ભરતકામનો ઉપયોગ કરીને મહિલાઓના વસ્ત્રો, પુરૂષોના વસ્ત્રો, ઘર શુશોભાનની વસ્તુઓ,અલંકારો જેવી વસુઓ મ્યુઝીયમમાં સાચવવામાં આવેલ છે. જ્યાં કામ કરતા મહિલા કસબીઓએ તેમજ કિશોરીઓને આર્થીક રીતે પગભર થવા માટે કલાની ઉપયોગીતાથી વાકેફ કર્યા હતા. સાથે સાથે મહિલા અને બાળ વિભાગની પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવેલ અને તેઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech