ખંભાળીયાના દખણાદાબારાની સીમમાં જુગારના અખાડામાંથી ૧૭ પકડાયા
૫.૮૧ લાખની રોકડ, વાહનો, મોબાઇલ મળી ૧૮.૪૧ લાખનો મુદામાલ કબ્જે : દ્વારકા એલસીબીનો સપાટો : પંથકમાં ભારે ચકચાર
ખંભાળીયાના દખણાદાબારા ગામની સીમમાં વાડીએ જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે દ્વારકા એલસીબીએ દરોડો પાડીને ૧૭ જુગારીઓને ૫.૮૧ લાખની રોકડ, વાહનો, મોબાઇલ મળી કુલ ૧૮.૪૧ લાખના મુદામાલ સાથે દબોચી લેતા ચકચાર મચી જવા પામી છે જુગારીઓમાં ખંભાળીયા, જામનગર, ભીમરાણા, દખણાદાબારા, જોગવડ વિગેરેનો સમાવેશ થાય છે.
દ્વારકા એસપી જયરાજસિંહ વાળાની સુચના માર્ગદર્શન હેઠળ જુગારના કેશો શોધી કાઢવા એલસીબીને સુચના કરી હતી જે અનુસંધાને ગત રાત્રીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. જોશી, એલસીબી પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એમ.આર. સવસેટા કાર્યરત હતા સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના એએસઆઇ ડાડુભાઇ, કિશોરભાઇ તથા ખીમાભાઇને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે અનોપસિંહહ બચુભા જાડેજા રેહ. દખણાદાબારા ગામ, તા. ખંભાળીયાવાળા ગામની આથમણી પીપરવાડી સીમ વિસ્તારમાં પોતાના કબ્જા ભોગવટાની વાડીએ આવેલ મકાને અંગત ફાયદ ામાટે બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપાનાનો તિનપતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતો હોવાની હકીકત આધારે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન અનોપસિંહ બચુભા જાડેજા, રહે. દખણાદાબારા, ખંભાળીયા, સુરૂભા રૂપસંગ જાડેજા, રહે. દખણાદાબારા, જયેન્દ્રસિંહ ખીમાજી સોઢા રહે. ટીંબડી, ખંભાળીયા, મહાવીરસિંહ જયેન્દ્રસિંહ વાઢેર, રહે. ભીમરાણા, શૈલેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા રહે. મયુરપાર્ક અન્ડરબ્રીજ બાજુમા જામનગર, યોગેન્દ્રસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ જામભા જાડેજા રહે. ખોડીયાર કોલોની, જામનગર, નારૂભા મનુભા જાડેજા, રહે. દખણાદાબારા તા. ખંભાળીયા, જશુભા જોરૂભા જાડેજા, રહે. ભીમરાણા, કરણજી વિભાજી જાડેજા રહે. તરઘડી દેવળીયા, બળદેવસિંહ રવુભા જાડેજા રે. દખણાદાબારા, નિર્મળસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. ભાતેલ ખંભાળીયા, રાજભા કલુભા જાડેજા રહે. જોગવડ, અનિરુઘ્ધસિંહ હેમતસિંહ ચુડાસમા રહે. રૂદલપુર, જુનાગઢ, નરેન્દ્રસિંહ ભીખુભા પરમાર રહે. ટીંબડી, પ્રતાપસિંહ પંચાણજી જાડેજા, રહે. મયુર સોસાયટી, જામનગર, વિક્રમસિંહ જીલુભા જાડેજા, રહે. ઉગમણાબારા, ભરતસિંહ રવુભા જાડેજા, રહે. દખણાદાબારાનો સમાવેશ થાય છે.
દરોડા દરમ્યાન રોકડા ૫.૮૧.૯૦૦, તથા ૧૭ મોબાઇલ, ૧ ફોરવ્હીલ, ૪ મોટરસાયકલ મળી ૧૮.૪૧.૯૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો, દરોડાના પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: ભૂગર્ભ ગટર / ખાળકૂવાની સફાઈ માટે સફાઈ કામદારોને ઊંડે સુધી ઉતારવા પર પ્રતિબંધ
September 22, 2026 11:25 AMટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMઅમેરિકામાં આગ બુઝાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત
September 22, 2026 10:53 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
