જામનગર: કાલાવડ તાલુકાના ફગાસ ગામે ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા ગાયની આંખની સફળ શસ્ત્રક્રિયા કરી નવજીવન આપ્યું
ગાયની આંખમાં ગંભીર સડો દૂર કરવા Eye Enucleation સર્જરી કરી સ્થળ પર જ કરાઈ તબીબી સારવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં પશુપાલક રાજદીપભાઈની ગાયની આંખમાં ગંભીર તકલીફ જણાતાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ MVD નવાગામ અને MVD ખંડેરાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગાયની તબીબી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાયની આંખમાં ગંભીર સડો માલૂમ પડતાં, પશુની આરોગ્ય વિષયક સ્થિતિને ધ્યાને રાખીને તબીબો દ્વારા સ્થળ પર જ આંખની સંપૂર્ણ શસ્ત્રક્રિયા (Eye Enucleation) કરવાનો નિર્ણય લેવાયો હતો. આ જટિલ સર્જરી અંતર્ગત અસરગ્રસ્ત ભાગને સફળતાપૂર્વક દૂર કરીને પશુને જરૂરી તમામ તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી.
૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન ટીમ દ્વારા સ્થળ પર જ દર્શાવવામાં આવેલી આ ત્વરિત અને પ્રશંસનીય કામગીરી બદલ જામનગર જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર પિયુષ પરમાર તથા જામનગર ઝોનના પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાન દ્વારા સમગ્ર ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
આ તકે જામનગર ઝોનના પ્રોગ્રામ મેનેજર ડૉ. શોએબ ખાને જણાવ્યું હતું કે, હાલમાં જામનગર જિલ્લામાં ફરતાં પશુ દવાખાનાં દરરોજ સવારે ૮:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી સક્રિય રીતે કાર્યરત છે, જેના દ્વારા પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સા સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વધુમાં, પશુપાલકોને પોતાના પશુઓમાં કોઈપણ પ્રકારની બીમારી, ઈજા કે આરોગ્યસંબંધિત સમસ્યા જણાય ત્યારે વિલંબ વગર ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં પાણીની કટોકટી: ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ
October 31, 2026 12:38 PMજામનગર: જોડિયાના વાવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત
October 31, 2026 12:29 PMજામનગરમાં બ્રાઉન હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
October 31, 2026 12:12 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
