દ્વારકામાં પાણીની કટોકટી: ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ
ધાર્મિક કાર્યક્રમો, અન્નકૂટ, ભોજન સમારંભો અને ધ્વજારોહણ જેવા પ્રસંગોના આયોજનમાં પણ પાણીની અછત: માલધારીને અબોલ પશુઓ માટે ઘાસચારાની તંગી: લોકોમાં વ્યાપક રોષ
દિવાળીના પાવન પર્વની તૈયારીઓ વચ્ચે વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં પીવાના પાણીની વિકટ સમસ્યાએ માથું ઊંચક્યું છે. શહેરમાં હાલ ૧૨ થી ૧૫ દિવસના લાંબા અંતરે પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાથી સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને બહારગામથી આવતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તહેવારના માહોલમાં સર્જાયેલી આ સ્થિતિને લઈને નગરજનોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. દિવાળી અને ત્યારબાદના તહેવારો દરમિયાન યાત્રિકોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે. આવા સમયે શહેરમાં પાણીની અપૂરતી વ્યવસ્થાને કારણે હોટલ, ધર્મશાળા, વેપારી એકમો તેમજ સ્થાનિક પરિવારોની મુશ્કેલીઓ વધી રહી છે. ધાર્મિક કાર્યક્રમો, અન્નકૂટ, ભોજન સમારંભો અને ધ્વજારોહણ જેવા પ્રસંગોના આયોજનમાં પણ પાણીની અછત મુશ્કેલી ઊભી કરી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ દ્વારકા નગરપાલિકા પાસે પાણીનો પોતાનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત ઉપલબ્ધ નથી. નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ પાસેથી મળતા જથ્થાના આધારે શહેરમાં પાણીનું વિતરણ કરે છે. જોકે પાણી પુરવઠા વિભાગ તરફથી પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થતો હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને તેની સીધી અસર નગરજનો પર પડી રહી છે.
એક તરફ તહેવારોની ખરીદી અને અન્ય ખર્ચાઓને કારણે લોકો આર્થિક બોજનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઘરવપરાશ માટે પાણી મેળવવા મોંઘા ભાવે ખાનગી ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. સામાન્ય પરિવારો માટે આ વધારાનો ખર્ચ પણ મુશ્કેલીરૂપ બની રહ્યો છે.
દ્વારકા જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ધાર્મિક સ્થળે તહેવારોના દિવસોમાં આવી ગંભીર સ્થિતિ સર્જાય તે બાબત તંત્રની પાણી વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કરે છે. તાત્કાલિક અસરથી પૂરતા પાણીનો જથ્થો ઉપલબ્ધ કરાવી નિયમિત વિતરણ શરૂ કરવામાં આવે તેવી નગરજનોની માગ ઉઠી છે. જો દિવાળી પૂર્વે આ સમસ્યાનો કાયમી કે અસરકારક ઉકેલ નહીં આવે તો સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન તથા આંદોલન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: આવેદન આપવા નીકળેલા કોંગી અગ્રણીની કાલાવડથી અટકાયત
October 31, 2026 01:37 PMખંભાળિયા: સલાયાથી વિદેશ મોકલવાની કરોડોની ગેરકાયદેસર કેપ્સ્યુલ્સ કૌભાંડમાં આરોપીઓની જામીન અરજી રદ
October 31, 2026 01:28 PMદ્વારકાની રેસ્ટોરન્ટમાં ફુડ શાખાના દરોડા
October 31, 2026 01:25 PMખંભાળિયા નગરપાલિકા સામે સફાઈકર્મીઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન
October 31, 2026 01:22 PMદ્વારકામાં પાણીની કટોકટી: ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ
October 31, 2026 12:38 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
