જામનગરમાં બ્રાઉન હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
વાંકાનેરના સપ્લાયરનું નામ ખુલ્યું : એન્ટી નાર્કોટિક્સ વિંગે ૧.૬૨ લાખનો મુદામાલ કબ્જે લીધો
જામનગર શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં નશીલા માદક પદાર્થના વેચાણ માટે આંટાફેરા કરી રહેલા એક યુવકને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ઝડપી પાડવા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેની પાસેથી ૧.૩૨ લાખનો નશીલા પદાર્થ હેરોઈન કબજે કર્યું છે, જયારે આ જથ્થો સપ્લાય કરનાર વાંકાનેરના શખ્સને ફરારી જાહેર કરાયો છે.
જામનગર એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.આઇ પટેલ તથા પીએસઆઇ એમ.એલ. ઓડેદરાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંમાં હતો ત્યારે વિંગના એ.એસ.આઈ. ગીરીરાજસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ પરેશસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, શાહરૂખ સલીમ વાંઢા નામનો શખ્સ પોતાની સિલ્વર કલરની હીરો સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલમાં માદક પદાર્થનો પાવડર રાખીને એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં વેચાણના ઇરાદે આંટાફેરા કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલની રાહબરી હેઠળ બે સરકારી પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમ બોલેરો વાહન તથા ખાનગી મોટરસાયકલ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી. બપોરે ૨:૪૬ વાગ્યાના અરસામાં બાતમીવર્ણનવાળો શખ્સ મોટરસાયકલ લઈને નીકળતાં જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યો હતો.
ઝડપાયેલા શખ્સનું નામ શાહરૂખ સલીમ વાંઢા (ઉંમર ૨૮), ધંધો ગેરેજ, રહે. ધરાનગર, એમ.પી. શાહ ઉદ્યોગનગર, સંત કબીર આવાસ, બ્લોક નંબર બી, રૂમ નંબર ૨૧૧, જામનગર હોવાનું ખુલ્યું હતું.
પોલીસ ટીમે તેની પાસેથી માદક પદાર્થ બ્રાઉન હેરોઈન ૬.૬૩ ગ્રામ કે જેની કુલ કિંમત ૧,૩૨,૬૦૦ રૂપિયા થાય છે તે ઉપરાંત એક મોબાઇલ ફોન કિ. ૧૦ હનાર અને એક મોટરે સાઇકલ કિ. ૨૦ હજાર મળી કુલ ૧.૬૨.૬૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની પૂછપરછ દરમિયાન તેને આ જથ્થો મોરબી જિલ્લાના વાંકાનેરના રહેવાસી હાર્દિક નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જાણવા મળ્યું હતું તેથી પોલીસ ટીમે હાર્દિકને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે, અને તપાસનો દોર વાંકાનેર સુધી લંબાવ્યો છે. આ અંગે સીટી-બી ડીવીઝનમાં શાહરૂખ અને હાર્દિક સામે એનડીપીએસ મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં પાણીની કટોકટી: ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ
October 31, 2026 12:38 PMજામનગર: જોડિયાના વાવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત
October 31, 2026 12:29 PMજામનગરમાં બ્રાઉન હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
October 31, 2026 12:12 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
