જામનગરમાં મનપાની ફૂડ શાખાની મોટી કાર્યવાહી: સાત કેટરર્સ અને નોનવેજની દુકાનોમાં ચેકિંગ, વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરાયો
જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખોજા નાકા અને કાલાવડ નાકા બહાર આવેલા કેટરર્સ, ચિકન શોપ અને રેસ્ટોરન્ટ સહિત કુલ સાત પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.
મનપાના કમિશનર કડિયા, નાયબ કમિશનર ઝાલા, આરોગ્ય અધિકારી ગોરી તેમજ જાની સાહેબના માર્ગદર્શન હેઠળ FSOની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન નિશ્બા કેટરર્સમાંથી સોસ, ચિકન મીટ, ગ્રેવી અને બિરયાની સહિત કુલ 39 કિલો જેટલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને પેઢીને વધુ આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવવામાં આવી હતી. જ્યારે હિન્દુસ્તાન નોનવેજને FSSAIના નિયમો મુજબ હાઇજેનિક કન્ડિશન સુધારવા રોજકામ કરી તાકીદ કરવામાં આવી હતી. હુસૈની ચિકનમાં નિયમો અને રજિસ્ટ્રેશન સંબંધિત ભંગ બદલ પેઢી સીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત અજમેરી ચિકન રેસ્ટોરન્ટમાંથી ચિકન દાણા, ચિકન લોલીપોપ અને ચિકન પીસ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. નાઇસ સીમ કોર્નરમાંથી પણ ચિકન ટિક્કા અને ચિકન દાણાનો નાશ કરાયો હતો.
સ્ટાર પરફેક્ટ અમદાવાદીમાંથી 4 કિલો ગ્રીન ચિકનનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે પરફેક્ટ મુંબઈ સ્ટાઇલ કોલસા શાવર્મામાંથી ચિકન શાવર્માનો નમૂનો લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.
મનપાની ફૂડ શાખાની આ કાર્યવાહીને પગલે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં ન થાય અને નાગરિકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે મનપા ફુડ શાખાના અધિકારી એન પી જાસોલીયા અને તેની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી યથાવત રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં પાણીની કટોકટી: ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ
October 31, 2026 12:38 PMજામનગર: જોડિયાના વાવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત
October 31, 2026 12:29 PMજામનગરમાં બ્રાઉન હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
October 31, 2026 12:12 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
