જામનગર ગુજસીટોકના ગુનામાં સાયચા ગેંગના વધુ ૩ સાગરીતના આઠ દિવસના રીમાન્ડ
જેલમાંથી કબ્જો લઇને રીમાન્ડ માટે સ્પે. કોર્ટમાં રજુ કરાયા
જામનગરમાં થોડા દિવસો પહેલા સાઇચા ગેંગના ૧૧ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે પૈકી ૭ આરોપીઓને પકડીને જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જયારે જેલમાં રહેલા ૪ આરોપી પૈકી ૩નો કબ્જો લઇને રાજકોટ કોર્ટમાં રજુ કરતા રીમાન્ડ મંજુર થયા છે.
જામનગરમાં હત્યા, હત્યાની કોશિષ, અપહરણ, ખંડણી, આર્મ્સ એકટ, ધમકી, રાયોટીંગ વિગેરે જેવા ગુનાઓમાં સંડોવાયેલી સાયચા ગેંગ સામે ગત મહિનામાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સીટી-બી ડીવીઝનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સાયચા ગેંગના એજાઝ સાયચા, રઝાક, અસગર, ગુલામ, હનીફ, ઇમ્તીયાઝ, બશીર, સિકંદર, ઇમરાન સહિતના ૧૧ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત આરોપીને પકડી રીમાન્ડ બાદ જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા, સીટી ડીવાયએસપી ઝાલા અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરીને જેલમાં રહેલા ૩ આરોપીઓનો કબ્જો લેવામાં આવ્યો છે અને રાજકોટ સ્પે. ગુજસીટોક કોર્ટ ખાતે રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા ૮ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.