ભરવા આપેલા રૂપિયા પડાવી લેનારા શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક વાઘેર વહાણવટી પરિવાર સાથે રૂ. ૩૨.૫૦ લાખની છેતરપિંડી કરવા સબબ સલાયાના એક વિપ્ર યુવાન સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયામાં જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલા કસ્ટમ રોડ પર રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા હાજી જુનસભાઈ હાજી મુસાભાઈ ગજ્જણ નામના ૭૩ વર્ષના વૃદ્ધ દ્વારા આ જ વિસ્તારમાં રહેતા વિશાલ નવીનભાઈ કિરતસાતા નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૨ ના જુદા જુદા સમયગાળા દરમિયાન ફરિયાદી હાજી જુનસભાઈ ગજ્જણએ વિશાલ કિરતસાતાને પોસ્ટમાં ચાલી રહેલી જુદી જુદી સ્કીમમાં ભરવા માટે રૂપિયા ૩૨,૫૦,૦૦૦ ની રકમ આપી હતી. પરંતુ વિશાલ દ્વારા પોસ્ટમાં ઉપરોક્ત રકમ ભરવામાં ન આવી હોવાનું ફરિયાદી હાજી જુનસભાઈના ધ્યાને આવ્યું હતું. આ રીતે પોસ્ટમાં રકમ ભરવાના બદલે આરોપી વિશાલ કિરતસાતા દ્વારા આ રકમ ન ભરીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસે આઈ.પી.સી. કલમ ૪૦૬ તથા ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે પોલીસે આરોપીની અટકાયત કરી, આ પ્રકરણમાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે સહિતની વિવિધ બાબતે આગળની તપાસ પી.એસ. આઈ. વી.એન. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાણીના ૪૯માંથી ૪૨ સેમ્પલમાં બેક્ટેરીયાનું પ્રમાણ વધુ મળતા વિતરણ બંધ કરવા હુકમ
May 05, 2025 11:38 AMજામનગરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ રેલી
May 05, 2025 11:37 AMચલાલાના પીઆઈને ફોનમાં ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી
May 05, 2025 11:36 AMજામનગરમાં હોટલમાં ઉતરેલા યુવાનનો ભેદી સંજોગોમાં આપઘાત
May 05, 2025 11:35 AMરિક્ષામાં પેસેન્જરને બેસાડી પૈસા-દાગીના તફડાવી લેતી ગેંગ ઝડપાઇ
May 05, 2025 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech