જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ વરસાદ, મોડી રાત્રે 2 કલાકમાં ખાબક્યા 4 ઈંચ
જામનગર શહેર અને જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેર-જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને જામનગર શહેરમાં મોડી રાત્રે માત્ર બે કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
જામનગર શહેરમાં મોડી રાત્રે 2થી 4 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
બીજી તરફ જોડિયા તાલુકામાં પણ વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સવારે 4થી 6 વાગ્યા દરમિયાન બે કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર, કાલાવડ, ધ્રોલ અને લાલપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે આશા જાગી છે.
વરસાદ ખેંચાતા મુરઝાઈ રહેલા ખરીફ પાકને આ વરસાદથી જીવતદાન મળે તેવી ખેડૂતોમાં આશા બંધાઈ છે. ખાસ કરીને મગફળી અને કપાસ સહિતના પાક માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થઈ શકે છે.
જામનગર શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે, ત્યારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ કલાકનો વરસાદ(ઇંચમાં)
મોટીબાણુંગાર ૪
વસઇ ૨.૨૫
લાખાબાવળ ૨
ફલ્લા ૨
જામવંથલી ૨.૨૫
મોટી ભલસાણ ૧.૭૫
અલીયાબાડા ૧.૫૦
દરેડ ૨.૨૫
હડીયાણા ૧.૨૫
બાલંભા ૨
પીઠડ ૧.૫૦
જાલીયાદેવાણી ૦.૫
લતીપુર ૧.૭૫
લૈયારા ૧
નીકાવા ૦.૫
ખરેડી ૦.૫
મોટા વડાળા ૦.૫
ભલસાણ બેરાજા ૧.૨૫
નવાગામ ૦.૭૫
મોટા પાંચદેવડા ૧
સમાણા ૧.૭૫
શેઠ વડાળા ૧.૫૦
જામવાડી ર
વાંસજાળીયા ૧.૫૦
ધુનડા ૨
ધ્રાફા ૧.૭૫
પરડવા ૨
પીપરટોડા ૦.૨૫
પડાણા ૦.૫
ભણગોર ૧
મોટા ખડબા ૦.૨૫
મોડપર ૦.૨૫
હરીપર ૧
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફરીથી ધરપકડ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી, પોલીસે કારણો સમજાવવા પડશે: સુપ્રીમ કોર્ટ
September 21, 2026 04:07 PMSMCની રેડમાં ટ્રક મોઢે દારૂ ઝડપાયો, બામણબોર પાસે આઈસરમાંથી 86 લાખની 21,792 બોટલ મળી, એકને દબોચ્યો
September 21, 2026 03:55 PMજામનગરથી માતાના મઢ (કચ્છ) સુધી જય હિંગળાજ પદયાત્રી સંઘ દ્વારા ભવ્ય પદયાત્રાનું આયોજન
September 21, 2026 03:35 PMજામનગરમાં સાતમા દિવસે વિઘ્નહર્તાની ૧૩૭૪ મૂર્તિઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન
September 21, 2026 03:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
