શહેરમાં ટ્રાફિક પોલીસ શાખામાં પીઆઈ તરીકે ફરજ બજાવતા સરોજબેન સોલંકીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આમ આદમી પાર્ટીના આગેવાન પદ્મિનિબા વાળા અને ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સેક્ટર ૪ માં ટ્રાફીક ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.
ગઈ રાત્રીના આશરે પોણા દસેક વાગ્યાની આસપાસ તેઓ અને હેડ કોન્સટેબલ ચીંતનભાઈ અગ્રાવત સરકારી વાહનમા સેક્ટર ૪ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, તે દરમિયાન જામનગર રોડ, સાંઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક (રેલનગર અંડરબ્રીજ તરફથી આવતા રસ્તે) ખાતે ટ્રાફીક પોઈન્ટ ઉપર ફરજ બ જાવતા પોલીસ કોન્સ્ટેબલ નીર્મળભાઈનો ફોન આવેલ કે, સાંઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક ખાતે વધુ વાહનનો ધસારો હોય જેથી ટ્રાફીક જામ ન થાય માટે ટ્રાફીક પોઈન્ટ ઉપર જે બેરીકેટ રાખ્યા છે. તે બેરીકેટ ખોલાવવા માટે ચાર અજાણ્યા શખસો પોતાની પાસે રહેલ ટુ વ્હીલર રોડ વચ્ચે રાખી વાહનો રોકી ટ્રાફિકજામ કરે છે, તેઓને સમજાવવાની કોશીષ કરતા તેઓ સમજતા નથી કે વાહનોને અવર જવર કરવા દેતા નથી અને ટ્રાફીક જામ કરીને ઉભા છે. જેથી તેઓ પેટ્રોલીંગમા ઘંટેશ્વર ટી-પોસ્ટ પાસે હોય ત્યાંથી તુરંત જ ત્યાં ઘટનાસ્થળે પહોંચતા સાંઢીયા પુલ ઉતરતા, એરપોર્ટ બગીચાના ચોક ખાતેના ટ્રાફીક પોઈન્ટ ઉપર ઘણા બધા માણસો એકત્ર થયા હતાં.
જેમા ચાર માણસો પોતાના ટુ વ્હીલર વાહનો રોડ વચ્ચે ઉભા રાખી વાહનોને રોકેલ હતા જેથી તેઓને રસ્તો રોકો નહીં વાહનોને અવર જવર કરવા દો તેવી વાત કરી સમજાવતા આ શખસોએ રોડ ઉપર જે બેરીકેટ રાખ્યા છે તે ખોલી નાખો તેવુ કહ્યું હતું. બાદ તેઓને સમજાવતા છતાં તેઓ સમજ્યા નહીં.
દરમિયાન પદ્મીનીબા વાળા પણ સાંઢીયાપુલથી આવતા વાહનોને જામનગર રોડ માધાપર ચોકડી તરફ જવા દેતા ન હોય, જેથી તેઓને પણ સમજાવવાની કોશીશ કરતા તેઓ બોલવા લાગેલ કે, અમે રેલનગરમા રહેતા માણસો હેરાન થઇએ છીએ, તમે બેરીકેટર ખોલી નાખો. જેથી તેઓને સમજાવતા હતા કે, રેલનગર તરફનો આગળ રસ્તો છે, અહીં બ્રીજ પાસે ટ્રાફિકજામ થઈ ગયેલ છે તમે ટ્રાફીક ખુલ્લુ કરવા દો, તેમ કહેતા તેઓ બોલાચાલી કરવા લાગ્યા હતા અને મને હાથ અડાડો નહીં, હું અહીંથી હટવાની નથી.
મામલો બીચકતા ગાંધીગ્રામ સ્ટેશનના પોલીસ પણ ત્યા મદદમા આવી ગઇ હતી અને ટોળાઓને રોડથી દુર જવા માટે સમજાવેલ પરંતુ આ પદ્મીનીબા વાળા તથા ચાર માણસો રોડ ઉપરથી હટતા ના હોય અને ટ્રાફિકજામ કરતા હોય જેથી અવાર નવાર સમજાવવા છતા આ પદ્મીનીબા વાળા તથા તેઓની સાથે રહેલ ચાર શખસોએ ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફરીથી ધરપકડ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી, પોલીસે કારણો સમજાવવા પડશે: સુપ્રીમ કોર્ટ
September 21, 2026 04:07 PMSMCની રેડમાં ટ્રક મોઢે દારૂ ઝડપાયો, બામણબોર પાસે આઈસરમાંથી 86 લાખની 21,792 બોટલ મળી, એકને દબોચ્યો
September 21, 2026 03:55 PMજામનગરથી માતાના મઢ (કચ્છ) સુધી જય હિંગળાજ પદયાત્રી સંઘ દ્વારા ભવ્ય પદયાત્રાનું આયોજન
September 21, 2026 03:35 PMજામનગરમાં સાતમા દિવસે વિઘ્નહર્તાની ૧૩૭૪ મૂર્તિઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન
September 21, 2026 03:31 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
