જામનગરમાં દુકાનમાંથી ૬૮ હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

  • August 24, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં દુકાનમાંથી ૬૮ હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

૯૬ બોટલ સાથે એક આરોપી ઝબ્બે: ત્રણ ફરાર: લાલવાડી, લતીપર, ખાવડી, એરપોર્ટ રોડ, નિલકંઠ પાર્ક ધ્રોલમાં દારૂ અંગે દરોડામાં સાત પકડાયા

જામનગર શહેરના ૫૮ દિ. પ્લોટ વિસ્તારમાં હિંગળાજ ચોક પાસે ગોળના ગોદામ નજીક આવેલી એક અવાવરૂ દુકાનમાં રાખવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર સીટી સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ૬૮,૨૭૬ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની ૯૬ દારૂની બોટલો ઝડપી પાડી છે.

પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત લાલવાડી, લતીપર ચોકડી, મોટી ખાવડી, એરપોર્ટ રોડ, નિલકંઠ પાર્ક, ધ્રોલ વિસ્તારમાં ઇંગ્લીશ દારુ અંગે દરોડા પાડીને સાતને દબોચી લેવાયા હતા.

સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એલ. કંડોરીયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ બી. જાડેજા, એએસઆઈ યશપાલસિંહ એ. જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજભાઈ બી. ખવડને સંયુક્ત બાતમી મળી હતી કે ૫૮ દિ. પ્લોટ વિસ્તારમાં હિંગળાજ ચોક પાસે ગોળના ગોદામ નજીક આવેલી અવાવરૂ દુકાનમાં ધવલ દીપકભાઈ જાદવ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે.
​​​​​​​
ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૯૬ બોટલો, જેની કુલ કિંમત રૂ. ૬૮,૨૭૬ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા ધવલ જાદવ સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં સીટી એમાં બે અને સીટી-સીમાં એકનો સમાવેશ થાય છે. આ ગુનામાં અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં રમેશ ઉર્ફે રમલો મારૂતી મંગળદાસ હરવાળા, રહે. શંકરટેકરી, મામાદેવના મંદિર પાસે, જામનગર, યશ મંગે, રહે. જામનગર, તથા ભાવીક ઉર્ફે છાબો ભદ્રા, રહે. ૫૮ દિ.પ્લોટ જામનગરનો સમાવેશ થાય છે.

બીજા દરોડામાં લાલવાડી માણેકનગરમાં રહેતા વિપુલ ઉર્ફે જોની સુખલાલ ઢાપાને ઇંગ્લીશ દારૂના ૧૨ ચપલા સાથે પકડી લીધો હતો જેમાં હાપાના અનિલ અમરશી મેરનું નામ ખુલ્યુ હતું, જયારે ધ્રોલના હાડાટોડામાં વિજયસિંહ ઉર્ફે પિન્ટુભા ગુણવંતસિંહ જાડેજાને મોટરસાયકલમાં ૯૬ ચપલા સાથે લતીપર ચોકડી પાસેથી પકડી લીધો હતો જેમાં હાલ ગણેશપર ગામમાં રહેતા ટંકારાના કેમટાભાઇ નરસીંગ મહેડાનું નામ ખુલ્યુ હતું. 

અન્ય દરોડામાં પોરબંદર વૃજભવન સોસાયટીમાં રહેતા મેહુલકુમાર પ્રવિણચંદ્ર થાનકીને ફોર્ચ્યુન કાર જીજે૩કેપી-૨૦૮૬માં ઇંગ્લીશ દારૂની ૪ બોટલ લઇને એરપોર્ટ ગેઇટની બહારના વિસ્તારમાંથી સીટી-સી પોલીસે પકડી લીધો હતો, બોટલ સહિત ૧.૧૫ લાખનો મુદમાલ કબ્જે કર્યો હતો, જયારે જામનગરના તિરુપતી-૪માં રહેતા પુષ્પરાજસિંહ મંગળસિંહ જાડેજા અને સાધના કોલોનીમાં રહેતા ફાઇનાન્સના ધંધાર્થી અમર પ્રફુલ પટેલને ઇંગ્લીશ દા‚ની બે બોટલ સાથે ઢીચડા રોડ નિલકંઠ પાર્ક પાસેથી દબોચી લેવાયા હતા.

આ ઉપરાંત ધ્રોલના નાથાલાલ ભગવાનજી પરમારને ઇંગ્લીશ દારૂના ૭ ચપલા, એક મોબાઇલ સાથે વાલ્મીકીવાસના ખુણા પાસેથી દબોચી લીધો હતો, જયારે મોટી ખાવડીમાં રહેતા શ્રવણકુમાર રવજીરામ કોદરીને ઇંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે ખાવડી વિસ્તારમાથી ઝડપી લેવાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application