રાજકોટના બે પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજ સહિત ૭ ન્યાયમૂર્તિની ગુજરાત હાઇકોર્ટમાં નિમણૂંક, વાંચો યાદી

  • May 01, 2025 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં 7 ન્યાયમૂર્તિની નિમણૂંક કરતું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના બે પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઇ ગઇ છે. નવા નિમણૂંક કરાયેલા તમામ ન્યાયમૂર્તિ આગામી દિવસોમાં શપથ લેશે. ગુજરાત હાઈકોર્ટમાં 7 ન્યાયમૂર્તિની નિમણૂંક કરવામાં આવી તેની યાદી નીચે મુજબ છે.

  1. લિયાકતહુસૈન શમ્સુદ્દીન પિરઝાદા
  2. રામચંદ્ર ઠાકુરદાસ વછાણી
  3. જયેશ લખનશીભાઈ ઓડેદરા
  4. પ્રણવ મહેશભાઈ રાવલ
  5. મુલચંદ ત્યાગી
  6. દિપક મનસુખલાલ વ્યાસ
  7. ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ

​​​​​​​


23 એપ્રિલે રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી કરાઈ હતી

અગાઉ ગુજરાત હાઇકોર્ટે 23 એપ્રિલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર અદાલતોમાં ફરજ બજાવતા 70 જેટલા અધિક ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી હતી અને તેમની નવી જગ્યાઓ પર બદલીના આદેશો જારી કર્યા હતા. આ બદલીઓ 28 એપ્રિલ, 2025થી અમલમાં આવી હતી.


હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 65% પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર ન્યાયાધીશોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યની ન્યાયિક પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.​​​​​​​


મહત્વની નિયુક્તિઓ પર એક નજર

  • ભાવનગરના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ હેતલ સુરેશચંદ્ર દવે હવે ભાવનગરમાં જ 5માં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યભાર સંભાળ્યો.
  • સાણંદના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ હેમલતા પંડિતની અમરેલી ખાતે ફેમિલી કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે.
  • અર્ચિતકુમાર વોરા અને પવનકુમાર નવિન જેવા અધિકારીઓને અમદાવાદ શહેરની સિટી સિવિલ કોર્ટમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
  • કુલ 50 જેટલા અધિકારીઓને સેશન્સ ડિવિઝનમાં "એડિશનલ સેશન્સ જજ" તરીકે નિયુક્ત કરાયા છે.
  • કેટલાક અધિકારીઓને પ્રમોશન આપીને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ અને ફેમિલી કોર્ટમાં પણ નિમણૂક આપવામાં આવી છે.


આ સંસ્થાકીય બદલાવ અંગે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે આ પગલું ન્યાય સેવાની કાર્યક્ષમતામાં વધારો કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તમામ નિયુક્તિઓ યોગ્ય વરિષ્ઠતા અને અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન બાદ જ કરવામાં આવી છે.

કેટલાક અન્ય મહત્વપૂર્ણ બદલીઓ

  • ધવલકુમાર વ્યાસને બનાસકાંઠા ખાતે 7મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરાઈ છે.
  • મુકેશ પરમાર હવે મહિસાગરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ફરજ.
  • મોહસિન ચૌહાણની વલસાડ ખાતે 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application