નવા મહિનાની શરૂઆત સાથે જ દેશ માટે સારા સમાચાર આવ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન GST કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. આ વધારા સાથે, GST કલેક્શન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સરકારી આંકડા અનુસાર, એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે ૧૨.૬ ટકા વધીને ૨.૩૭ લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે.
અગાઉ, સૌથી વધુ GST કલેક્શન એપ્રિલ 2024માં થયું હતું, જે 2.10 લાખ કરોડ રૂપિયા હતું. જોકે, હવે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. માર્ચ ૨૦૨૫માં આ કલેક્શન ૧.૯૬ લાખ કરોડ રૂપિયા હતું. ઘરેલુ વ્યવહારોમાંથી GST આવક 10.7 ટકા વધીને લગભગ રૂ. 1.9 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતી માલમાંથી આવક 20.8 ટકા વધીને રૂ. 46,913 કરોડ થઈ છે.
જાન્યુઆરીથી માર્ચ સુધીમાં GST કલેક્શન કેટલું રહ્યું?
સરકારી આંકડા અનુસાર, માર્ચમાં આ કલેક્શન રૂ. ૧.૯૬ લાખ કરોડ હતું, જે ગયા વર્ષની સરખામણીમાં ૯.૯% નો વધારો દર્શાવે છે. ફેબ્રુઆરીમાં GST કલેક્શન રૂ. ૧.૮૩ લાખ કરોડ રહ્યું હતું, જે વાર્ષિક ધોરણે ૯.૧% નો વધારો દર્શાવે છે. એ જ રીતે, જાન્યુઆરીમાં પણ GST કલેક્શન રૂ. ૧.૯૬ લાખ કરોડ હતું, જે ૧૨.૩% ની વૃદ્ધિ દર્શાવે છે. દર મહિને GST કલેક્શનમાં વધારો થવાનું મુખ્ય કારણ દેશમાં સ્થાનિક માંગમાં વધારો છે.
આ સ્થળોએ GST કલેક્શન વધ્યું
લક્ષદ્વીપમાં GST કલેક્શનમાં 287%નો વધારો થયો છે. રાજ્યોમાં, અરુણાચલ પ્રદેશમાં 66% વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં અનુક્રમે 50% અને 42% વૃદ્ધિ થઈ છે. હરિયાણા, બિહાર અને ગુજરાત જેવા મોટા રાજ્યોએ પણ બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે. તેનાથી વિપરીત, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં ઘટાડો જોવા મળ્યો, જેમાં મિઝોરમમાં સૌથી મોટો 28% ઘટાડો જોવા મળ્યો.
GST ક્યારે લાગુ કરવામાં આવ્યો?
તમને જણાવી દઈએ કે, દેશમાં 1 જુલાઈ 2017ના રોજ GST લાગુ કરવામાં આવ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ ભારતમાં માલ અને સેવાઓના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પરનો પરોક્ષ કર છે. GSTના 4 પ્રકાર છે, જેમાં CGST, SGST, UTGST અને IGSTનો સમાવેશ થાય છે. ક્યારેક સેસ પણ વસૂલવામાં આવે છે.
ભારતમાં વિવિધ વસ્તુઓ અને સેવાઓ માટેના GST દરોને 4 સ્લેબમાં વહેંચવામાં આવ્યા છે, 5% GST, 12% GST, 18% GST અને 28% GST. દેશમાં GST લાગુ થયા પછી, GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો માટે GST દરોમાં ઘણી વખત સુધારો કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech