હોટલ સંચાલક દ્વારા સંગ્રહ કરાયેલો ૪૬૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને ૧૦ નંગ બિયરના ટીન કબજે કરાયા: વેપારીની અટકાયત
જામનગરમાં ડીકેવી રોડ પર યુનિક શોપિંગ સેન્ટરમાં આવેલી એક હોટલના સંચાલક પોતાની હોટલમાં દારૂનો જથ્થો ઉતારીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી સિટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને હોટલમાંથી ૪૬૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો, દસ નંગ બિયરના ટીન વગેરે કબજે કરી લઇ હોટલ સંચાલકની અટકાયત કરી લેવામાં આવી છે.
આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતો અને યુનિક શોપિંગ સેન્ટરમાં હરીશ હોટલ ચલાવતો પ્રદીપ મેઘજીભાઈ ગોહિલ હરીશ હોટલ નામની હોટલમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારીને તેનું ખાનગી માં વેચાણ કરી રહ્યા છે, તેવી બાતમીના આધારે સીટી બી. ડિવિઝન ના પી.આઈ.પી.પી.ઝા તેમજ સ્ટાફના રઘુવીરસિંહ પરમાર સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન હોટલમાંથી ૪૬૮ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને ૧૦ નંગ બિયરના ટીન વગેરે મળી આવ્યા હતા. આથી પોલીસે કુલ ૬૮,૦૫૦ની માલમતા કબજે કરી છે, અને હોટલ સંચાલક પ્રદીપભાઈ ગોહિલની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશ્રી હરિમંદિરના શિખરે સુર્યોદય
May 16, 2025 04:47 PMસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર:૩.૩૬ લાખ સોલાર પેનલ પ્રસ્થાપિત થઈ
May 16, 2025 04:45 PMહળવદ માં આવકના, જાતિના, સહિતના દાખલા માટે વહેલી સવારથી જ લાંબી કતારો..
May 16, 2025 04:44 PMઓડદરની ગૌશાળા અને તેની આજુબાજુના વિસ્તારમાં ચકલી માટેના ઘરનું થયું સ્થાપન
May 16, 2025 04:44 PMપોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે સમર યોગ કેમ્પનો થયો શુભારંભ
May 16, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech