ખંભાળિયામાં આઈ.સી.ડી.સી.એસ. વિભાગ તથા મહીલા અને બાળ વિકાસ દ્વારા પોષણ સપ્તાહ અંતર્ગત પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અત્રે ઘટક 1 દ્વારા શ્રી જડેશ્વર આંગણવાડી કેન્દ્ર 18 પર આ ઉજવણી કરાઈ હતી. ઉપરોક્ત આયોજનમાં પોષ્ટિક વાનગીની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા આપવામાં આવતી બાલ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણા શક્તિ અને મિલીટ (શ્રી અન્ન) દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સગર્ભા મહિલાઓને આવનારું બાળક તંદુરસ્ત અવતરે તેના માટે પતંગના માધ્યમથી ખાસ સંદેશ આપવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ યોજના અને પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને નગરપાલિકાના કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા અને ઘટક 1 ના સી.ડી.પી ઓ. નીકીતાબેન ખાટ દ્વારા આપવામાં આવ્યું હતું. આ સાથે 181 સ્ટાફ દ્વારા મહિલાઓને સુરક્ષા અને કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા કારોબારી ચેરમેન અને શહેર ભાજપ મહામંત્રી સાથે ભાજપના અગ્રણી અશોકભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા અને સી.ડી.પી.ઓ. નીકીતાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ આયોજન મુખ્ય સેવિકા ભાવનાબેન દાણીધારીયા, પી.સેસ.સી. કો-ઓર્ડીનેટર અને વિવિધ વિભાગના માર્ગદર્શન હેઠળ આંગણવાડી વર્કરો દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech