ફાયરની ટીમે સમયસર પહોંચી જઈ આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો: ભારે અફડાતફડી
જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.૧૨ એ.ટી.૮૦૦૩ ટેન્કરના પાછલા ટાયર ના જોટામાં અકસ્માતે આગ લાગતાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને ટેન્કર ચાલક તેમાંથી છલાંગ લગાવીને બહાર નીકળી ગયો હતો.
સૌ પ્રથમ ટેન્કર ચાલક તથા અન્ય લોકોએ એકત્ર થઈને ટેન્કરની અંદર રહેલા ફાયર ના નાના બાટલાનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ટેન્કરમાં ડીઝલનો જથ્થો ભરેલો હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી દેવાતાં ફાયર શાખાના કર્મચારી એપલ વારા સહિતની ફાયરની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે મારો ચલાવી ટાયરમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી, તેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. સદભાગ્યે સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી વધુ નુકસાની થતી અટકી હતી.
માત્ર પાછલું ટાયર ઘર્ષણના કારણે સળગ્યું હતું, જેને ટેન્કર ચાલક દ્વારા બદલી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેન્કરને કરી તેને રાજકોટ તરફ લઈ જવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech