જામનગર : મોટા થાવરીયા રોડ પર રીક્ષાએ બાઇકને ઠોકર મારતા યુવાનને ગંભીર ઇજા

  • November 12, 2025 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર-કાલાવડ હાઇવે મોટા થાવરીયા આઇઓસી પાસેના રોડ પર બે દિવસ પહેલા અજાણ્યા રીક્ષા ચાલકે મોટરસાયકલને હડફેટે લઇ ઠોકર મારતા એક યુવાનને ગંભીર ઇજા પહોચી હતી, આ અંગે રીક્ષાચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના અંધાશ્રમ પાછળ રાજીવનગર કોલોનીમાં રહેતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી શૈલેષ હીરાભાઇ રોશીયા (ઉ.વ.૩૨) નામના યુવાને અજાણ્યા રીક્ષાચાલક સામે પંચકોશી-એમાં ફરીયાદ નોંધાવી હતી.


ગત તા. ૧૦ના રોજ ફરીયાદીના સાળા નરેશ કરશનભાઇ પરમાર પોતાનુ સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦બીએસ-૯૭૩૨ લઇને જામનગરથી પોતાના ગામ અલીયાબાળા જતા હતા  સાંજના આશરે છએક વાગ્યે મોટા થાવરીયા આઇઓસી પાસેના રોડ પર પહોચતા અજાણ્યા રીક્ષાચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને બાઇકને ઠોકર મારી હતી.
​​​​​​​

આ અકસ્માતમાં નરેશભાઇને હાથ, પગમાં છોલછાલ, દાઢી ઉપર ઇજા અને માથાના ભાગે ગંભીર ઇજા કરી રીક્ષાચાલક નાશી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે, ફરીયાદના આધારે પોલીસે રીક્ષાચાલકની શોધખોળ આદરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application