ભાણવડ આહિર સમાજ ખાતે તા.6-11-24ના લાભપાંચમનાં પવિત્ર દિવસે દર વર્ષની પરંપરા મુજબ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આહિર સમાજના સ્નેહમિલન, સન્માન સમારંભ તેમજ ભોજન સમારંભનો કાર્યક્રમ આહિર સમાજના પ્રમુખ સાજણભાઇ રાવલીયાના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમ દરમ્યાન નવનિયુકત હોદેદારોમાં તાલુકા પંચાયત પ્રમુખ ડાહીબેન કરણાભાઇ છૈયા, તેમજ તમામ દાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકામાંથી આહિર સમાજના ભાઇઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે આહિર સમાજના ટ્રસ્ટીઓ, કર્મચારી મંડળ, વેપારી મંડળ, સોશ્યલ ગ્રુપ, આહિર સેના, આહિર યુવા ફોરમના હોદેદારો, સરપંચો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સાજણભાઇ રાવલીયા દ્વારા સર્વે જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના એન.એફ.એસ.એ. અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકો જોગ યાદી
May 21, 2025 11:39 AMખંભાળિયાની ગિરિરાજજી હવેલીમાં શુક્રવારે આંબા મનોરથ મહોત્સવ
May 21, 2025 11:36 AMખંભાળિયામાં સ્ટેશન રેલવે અંડરબ્રીજની કામગીરી અન્વયે વૈકલ્પિક રૂટ જાહેર
May 21, 2025 11:33 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર રોડ ઉપર રેસીંગ સ્ટંટ કરતા ચાર ઈસમો સામે કાર્યવાહી
May 21, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech